રાજકોટના પિતા-પુત્રએ ખેડબ્રહ્માના વેપારી સાથે 10.56 લાખની કરેલી ઠગાઇ
ખેડબ્રહ્માના ખેરોજ-લાંબડીયા રોડ ઉપર આવેલ બિયારણ તથા જંતુનાશક દવાના વેચાણ કરતા વેપારી પાસે મકાઇના બિયારણનો જથ્થો મંગાવી રૂૂ.10.56 લાખની રકમની ચૂકવણી કરવામાં આવી નથી. જેથી વેપારી સાથે ઠગાઇ કરનાર બે શખ્સો વિરૂૂધ્ધ ખેરોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, શંકરપુરા કંપાના રમેશભાઇ રઘુભાઇ પટેલ ખેરોજ-લાંબડીયા રોડ ઉપર વિકસત સંસ્થાના કંમ્પાઉન્ડમાં સાબર આર્ટ ફાર્મર એન્ટરપ્રાઇઝ પ્રોડયુસર નામે કંપની ચલાવી ડિરેકટર તરીકે ફરજ બજાવે છે. આ કંપની ખેડૂતો પાસેથી ખેતપેદાશોનું ખરીદ-વેચાણનું વેચાણ કરે છે.ગત તા.20ના રોજ કંપનીમાં કામ કરતા શ્રીકાંતભાઇ પટેલ સાથે ટેલીફોનીક વાતચીત થઇ હતી અને મકાઇનું અનાજ કુલ 42.3 ટન 1 ક્વીન્ટલના 24.85ના ભાવથી હેવીસ એકસ્પોર્ટ (રહે.303, ક્રાફટ-7, મારૂૂતિ સુઝુકી શો-રૂૂમની સામે, એસજી હાઇવે,અમદાવાદ)ને ખરીદવાનો છે તેવી વાતચીત કરતા સોદો મંજૂર કરી લેખિતમાં ઓર્ડર મંગાવ્યો હતો. પરંતુ ઓર્ડર મુજબનો પુરતો જથ્થો ન હોવાથી અમારી કંપનીને પીડી મકાઇ કયાંથી મળી શકે તેથી વચ્ચે રહેલ કંપનીનો સપોટ લીધો હતો અને સિયારામ ટ્રેડીંગ કંપની (પટ્ટી મંડળી, કાયમ ગંજ, જિ.ફારૂૂકાબાદ, ઉત્તરપ્રદેશ)નાઓની પાસેથી માલ મંગાવી હેવીસ એકસ્પોર્ટ (રાજકોટ)નાઓને માલ મોકલ્યો હતો. ડિલીવરી અંગે હેવીસ એકસ્પોર્ટના માલીક ચેતનભાઇ રમેશભાઇ રંગાણી સાથે વાતચીત થયા બાદ સિયારામ ટ્રેડીંગ કંપનીએ મોકલી આપેલ મકાઇ ભરેલ ટ્રક એપીએમસી રાજકોટ ખાતે ડિલીવરી કરવા ગઇ હતી.
મારૂૂતિ એન્ટરપ્રાઇઝ નામની બનાવટી પેઢી બનાવી હેવીસ એકસ્પોર્ટ કંપનીના માલીક ચેતનભાઇ રમેશભાઇ રંગાણી તથા રમેશભાઇ નાથાભાઇ રંગાણી (બન્ને રહે.રાજકોટ)નાઓએ ટ્રકનો મુદ્દામાલ મકાઇ ખાલી કરાવી રોહિત ફ્રુડ પ્રોડકટસ ખાતેથી લઇ જઇ વેચી મારી રોકડ રકમ મેળવી લીધી હતી. આ મામલે ખેરોજ પોલીસ મથકમાં બન્ને પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ક્રિપ્ટો રન્સીમાં રોકાણના બહાને ચેતને સુરતના જમીન દલાલ પાસેથી 97 લાખ પડાવ્યા હતા
રાજકોટના પિતા-પુત્ર વિરુદ્ધ ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ ચેતન રંગાણી વિરુદ્ધ પાંચ દિવસ પૂર્વે સુરતના વરાછા પોલીસ મથકમાં જમીન દલાલ અક્ષય કપુરીયાએ 97 લાખની છેતરપીંડિનો ગુનો નોંધાવ્યો હતો. આ બનાવમાં સુરત પોલીસે ચેતનની ધરપકડ કરી હતી. ચેતને જમીન દલાલને ઉંચા વળતરની લાલચ આપી ક્રીપ્ટો કંરસીમાં રોકાણ કરાવી મિત્ર સાથે મળી 97 લાખ રૂપિયા પડાવી લીધા હતા.