બાઈક ધીમું ચલાવવાનું કહેતા બાકોડીના પિતા-પુત્ર પર હુમલો
11:55 AM Jan 11, 2025 IST | Bhumika
Advertisement
કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા ધાનાભાઈ હરદાસભાઈ ગોજીયા નામના 60 વર્ષના આહીર વૃદ્ધનો પૌત્ર તેમના ઘર નજીક રમતો હતો.
ત્યારે આ જ ગામનો કાના ડોસાભાઈ પરમાર નામનો શખ્સ અહીંથી પૂરઝડપે મોટરસાયકલ પર નીકળતા અહીં રહેલા બાળકના દાદા ધાનાભાઈ ગોજીયાએ આરોપી કાનાભાઈને મોટરસાયકલ ધીમે ચલાવવાનું કહેતા આનાથી ઉશ્કેરાયેલા કાના પરમારે ફરિયાદી ધાનાભાઈને બીભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી.
Advertisement
આથી અહીં ધસી આવેલા તેમના પુત્ર દેવશીભાઈ ધાનાભાઈ ગોજીયાએ તેને અટકાવતા આરોપીએ પોતાના હાથમાં પહેરેલા કડા વડે ધાનાભાઈ તથા તેમના પુત્ર દેવશીભાઈને માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આરોપી શખ્સ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement