બગસરા પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાએ આચર્યુ દુષ્કર્મ
બગસરા પંથકમાં એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગા પિતાએ ધોરણ 11ની ભણતી પોતાની સગીરવયની પુત્રી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, મારામારી સાથે અડપલાં કર્યા હોવાનો આક્ષેપ થયો છે. સગા બાપે જ દીકરીની ઈજ્જત પણ લૂટયાની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે.
ફરિયાદી પુત્રીના જણાવ્યા અનુસાર, આરોપી પિતા છેલ્લા એક મહિનાથી આ કૃત્ય આચરી રહ્યા હતા. ધોરણ 11માં અભ્યાસ કરતી પુત્રીને રહેણાંક મકાનના અલગ અલગ રૂૂમમાં લઈ જઈ પિતાએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. આરોપી પિતા, જે ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેના વિરુદ્ધ સગીર પુત્રી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કિસ્સા પહેલા, 7-8 દિવસ અગાઉ અમરેલી શહેરની પ્રાથમિક શાળામાં એક શિક્ષકે વિદ્યાર્થીની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પણ દારૂૂ પીવડાવી દુષ્કર્મ આચરવાનો આક્ષેપ થયો હતો.