ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધ્રાંગધ્રામાં પુત્રી સાથે વાત કરવાની ના પાડતા પિતાની હત્યા

01:35 PM Aug 05, 2025 IST | Bhumika
Advertisement

બે ભાઇઓ, દંપતી અને તેની દીકરી પર છરી વડે તૂટી પડ્યા, માતા-પુત્રી ઘવાયા

Advertisement

ધ્રાંગધ્રાના રામમેહલ મંદિર પાસે બે દિવસ પહેલા છોકરી સાથે વાત કરવા બાબતે શેરીમાં રહેતા પરીવાર વચ્ચે માથાકુટ થયેલી. જેને લઈ બે સગા ભાઈઓ દ્વારા બજારમાંથી ખરીદી કરીને પરતા આવતા પિતા- માતા અને પુત્રી પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં આધેડનુ મોત નિપજ્યું હતુ. જયારે માતા-પુત્રીને સારવાર માટે સુરેન્દ્રનગર દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.

બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી જઈને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. ધ્રાંગધ્રાના કાનાના મંદિર પાસે રહેતા 55 વર્ષના કમલેશભાઈ પારેખને બે દિવસ પહેલા પાસે રહેતા ઉદયભાઇ વ્યાસ સાથે તેમની છોકરી સાથે વાતચીત કરવા બાબતને લઈને બોલાચાલી થઈ હતી. અને આ બાબતનું મનદુ:ખ રાખી સોમવારની રાત્રિના 8 વાગ્યાની આસપાસ આરોપી ઉદય વ્યાસ અને તેનો ભાઈ છરી લઈને આવ્યા હતા.
રામોલ મંદિરની પાસે કમલેશભાઈ પારીખ તેના પત્ની નિશાબેન પારીખ અને તેની પુત્રી ક્રિષ્નાબેન પારેખ બજારમાં ખરીદી કરીને ઘરે આવતા હતા. ત્યારે આ બંને ભાઈઓ આવી અને કમલેશભાઈ સાથે બોલાચાલી કરી અને ઉશ્કેરાઈ હતા. ત્યારબાદ શખસોએ પોતાની પાસે રહેલી છરી લઈને પિતા-માતા અને પુત્રી ઉપર હુમલો કરી આડેધડ છરીના ઘા મારતા આસપાસમાં ભારે દેકારો થતા આસપાસની દુકાનદારો અને લોકો દોડી આવ્યા હતા. પરંતુ તે પહેલા આરોપીઓ છરીના ઘા મારી ભાગી ગયા હતા.

ઘાયલો નીચે પડી જતા આસપાસના લોકો દોડી આવી અને સારવાર માટે સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. ત્યારે 55 વર્ષના કમલેશભાઈ પારેખને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બનાવને લઈને ધાંગધ્રા સરકારી દવાખાને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

જ્યારે 18 વર્ષના ક્રિષ્નાબેન પારેખ અને 53 વર્ષના નિશાબેન પારેખને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે આ સુરેન્દ્રનગર દવાખાનામાં લઇ જવામાં આવ્યાહતા. બનાવના સમાચાર મળતા તાત્કાલિક પીઆઇ એમ.યુ.મસી, પીએસઆઇ એ.કે. વાઘેલા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

હત્યાના બનાવના પગલે પોલીસતંત્રમાં દોડધામ મચી હતી. ઘટનાને લઇનેઅલગ અલગ પોલીસ ટીમો બનાવી અને આરોપી ઉદય વ્યાસ અને તેનાભાઈને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને બંને આરોપી અંગેચોક્કસ બાતમી મળતા હાથ વેંતમા હોવાથી આરોપીને ઝડપી પાડવા માટેનીકામગીરી હાથ ધરવામાં આવી છે.

મૃતક કમલેશભાઈ પારેખ ધ્રાંગધ્રા ડીસીડબલ્યુના નિવૃત કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. અને નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. આમ આરોપી દ્વારા તેઓની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. ત્યારે બનાવને લઈને હાલ ધ્રાંગધ્રા સીટી પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી પડાશે હત્યાના બનાવના પગલે પોલીસતંત્રમાં દોડધામ મચી હતી. ઘટનાને લઇને અલગ અલગ પોલીસ ટીમો બનાવી અને આરોપી ઉદય વ્યાસ અને તેના ભાઈને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને બંને આરોપી અંગે ચોક્કસ બાતમી મળતા હાથ વેંતમા હોવાથી આરોપીને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Tags :
crimeDhrangadhraDhrangadhra newsgujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement