રાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઝુપડુ બાંધીને રહેતા મુળ હરિયાણાના શખ્સે પોતાના સાવકા પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાની ધરપકડ કરી છે. મોટર સાયકલ લેવા બાબતે પિતા-પુત્ર વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર કટારિયા ચોકડી પાસે કરણ-અર્જૂન પાર્ટી પ્લોટ પાસેથી મુળ હરિયાણાના રાજેશભાઈ વાળા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગત તા. 18-11ના રોજ સિવિલમાં સારવારમાં દાખલ થયા બાદ રાજેશને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આ બનાવમાં મૃતક રાજેશનું પોસ્ટમોટર્મ કરવામાં આવતા તેના માથામાં ઈજા થવાથી મોત થયાનું ખુલ્યું હતું. જેથી આ બનાવ હત્યાનો હોવાનું સામે આવતા આ મામલે તાલુકા પોલીસને જાણ કરવામા આવતા તાલુકા પોલીસે તપાસ કરી આ અંગે મૃતકની માતા કમલેશે રાજેશભાઈ કુમારપાલની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
આરોપી તરીકે જોગીન્દર કિશન રામસુરુપનું નામ આપ્યું છે. ફરિયાદમાં અને પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ કમલેશબેનના પુત્ર જોગીન્દરની પત્ની જ્યોતિ તેના બાળકોને રમાડતી હોય ત્યારે પતિ રાજેશ અને પુત્ર જોગીન્દર સાથે હોન્ડા લેવા બાબતે ઝઘડો થયો હતો. અને ત્યાર બાદ બન્નેને તે વખતે છુટા પડાવ્યા હતાં. અને જોગીન્દર ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ થોડા સમય પછી રાજેશ ઈજાગ્રસ્ત હાલતમાં નજીકથી મળી આવ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો ત્યારે માતા કમલેશબેનને જોગીન્દરે તેના પર રાજેશે હુમલો કર્યાનું જણાવ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે કમલેશબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી પતિ રાજેશકુમારપાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ આરોપી રાજેશકુમારપાલે કમલેશ સાથે બીજા લગ્ન કર્યા છે. મુળ હરિયાણાના રેવાડી જિલ્લાના ઘારૂહેડાના વતની કમલેશના પણ પ્રથમ પતિ સાથે મનમેળ નહીં આવતા છુટાછેડા થયા હોય જેને પ્રથમ પતિ થકી પુત્રમાં જોગીન્દર પ્રાપ્ત થયો હતો જોગીન્દરના જ્યોતિ નામની મહિલા સાથે થયા હતાં. કમલેશબેન તથા તેનો પ્રથમ પુત્ર જોગીન્દર તેની પત્ની જ્યોતિ અને બીજો પતિ રાજેશ કુમારપાલ બધા રાજકોટ રહી દેશી દવા વહેંચવાનું કામ કરતા હતા અને ત્યાં જ નજીક ઝુપડામાં રહે છે આ મામલે તાલુકા પોલીસે રાજેશ કુમારપાલની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
હત્યાની વાત પરિવારજનોએ પોલીસથી પણ છુપાવી
ગત તા. 18-11ના રોજ બનેલા આ બનાવમાં મૃતકની માતાએ પોલીસ પાસે પણ હત્યાની વાત છુપાવી રાખી હતી. પુત્ર જોગીન્દર ઉપર તેના બીજા પતિ રાજેશ કુમારપાલે હુમલો કર્યો હોય જેને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ જ્યારે પોલીસે જોગીન્દર કઈ રીતે ઈજાગ્રસ્ત થયો તે પુછતા કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તે વખતે પોલીસે આ બનાવ આકસ્મીક હોવાનું જણાવ્યું હતું. અને બાદમાં જ્યારે પીએમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું ત્યારે સમગ્ર મામલે સત્ય હકિકત પોલીસ સમક્ષ જણાવી હતી.