For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યો

05:29 PM Feb 05, 2025 IST | Bhumika
10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદનાં બાપુનગરમાં સગા બાપે દીકરાની નિર્મમ રીતે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાનાં 10 વર્ષીય દીકરા ઓમને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દેતાબાળકનું મોત નિપજ્યું હતું. હત્યા બાદ પિતા ફરાર થઈ ગયો હતો જો કે, પોલીસે તેને ઝડપી લીધો હતો.

Advertisement

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદનાં બાપુરનગર વિસ્તારમાં રહેતો ઓમ (ઉ.વર્ષ.10) ઘરે હતો. ત્યારે તેના પિતા દ્વારા દીકરાને પાણીમાં ઝેર મેળવીને પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે થોડા સમય પહેલા સરખેજનાં ભૂવા નવલસિંહ દ્વારા પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી હત્યા કરી નાંખી હતી. તે જ રીતે આરોપી પિતા દ્વારા પોતાનાં દીકરાને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે બાપુનગર પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપીની પત્નિ રિસામણે મહેસાણા ગઈ હતી. ત્યારે પિતાએ ક્રૂરતા પૂર્વક દીકરાની હત્યા કરી દીધી હતી. બાપુનગર પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યારા પિતાને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં બાળકની હત્યા કર્યા બાદ ખુદ પિતાને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. પરંતું પિતા આત્મહત્યા કરે તેનાં ગણતરીનાં કલાકોમાં જ પોલીસે તેની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement