ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેતપુરમાં પુત્રના પાપે પિતાને જેલના સળિયા ગણવા પડ્યા : બીયરના ચાર ટીન સાથે ધરપકડ

12:30 PM Jul 27, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ ત્રિનેત્ર કોમ્પલેક્ષમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે છાપો મારી તપાસ કરતા વોક્સ વેગન અને શિફ્ટ કારમાંથી 400 રૂપિયાની કિંમતના ચાર બિયરના ટીન મળી આવ્યા હતા આ અંગે પોલીસે બિયરના ટીન સાથે પ્રૌઢની ધરપકડ કરી પુછપરછ કરતા બિયરના ટીન પોતાનો પુત્ર વેચાણ અર્થે લઈ આવ્યો હોવાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ ત્રિનેત્ર કોમ્પલેક્ષના પાર્કિંગમાં શંકાસ્પદ વસ્તુની હેરફેર થતી હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી તપાસક રતા બે કારમાંથી રૂા. 400ની કિંમતના ચાર બિયરના ટીન મળી આવ્યા હતા. આ અંગે પોલીસે ભરતભાઈ હિરજીભાઈ હિરાણી ઉ.વ.54ની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં બિયરના ટીન ભરતભાઈનો પુત્ર આનંદ ઉર્ફે કૌશલ વેચાણ અર્થે લઈ આવ્યો હોવાની કબુલાત આપી છે. જો કે, આનંદ ઉર્ફે કૌશલ હાજરમાં મળી આવેલ ન હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે 9 લાખની કિંમતની બે કાર અને બિયરના ટીન કબ્જે કરી વિશેષ તપાસ એએસઆઈ બિ.કે. ચાવડા અને શક્તિસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Tags :
arrestedcrimegujaratgujarat newsindiajetpurJetpur NEWS
Advertisement
Advertisement