મોરબીમાં 6 વર્ષના પુત્રને પિતાએ બેરહેમીથી માર માર્યો
સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો
મોરબીમા રવાપર રોડ પર રહેતા છ વર્ષનાં માસુમને પિતાએ બેહરેહમીથી માર માર્યો હતો . માસુમને ઇજા પહોચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગેપોલીસમાથી જાણવામળતી વિગત મુજબ મોરબીમા રવાપર રોડ પર આવેલી નાગરીક બેંક સામે રહેતા વિકાસ દીપકભાઇ થાપા નામનો છ વર્ષનો માસુમ બાળક સાંજનાં સાડા પાચેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે રમતો હતો ત્યારે તેનાં પિતા દીપક થાપાએ ઉશ્કેરાય જઇ પુત્ર વિકાસ થાપાને ઢીકાપાટુનો માર માર્યો હતો માસુમ બાળકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો.
આ ઘટના અંગે રાજકોટ સિવીલ હોસ્પીટલ ચોકીનાં સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો . પોલીસે જરૂરી કાર્યવાહી કરી માસુમ બાળકને પિતાએ કયા કારણસર માર માર્યો એ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.