સગીર પુત્રીને પ્રેમનો પ્રસ્તાવ મોકલનાર રોમિયોને સમજાવવા જતા પિતા ઉપર હુમલો
લોધિકા તાલુકાના નોંધણ ચોરા ગામે રહેતી 13 વર્ષની સગીરાને રોમિયોએ પ્રેમનો પ્રસ્તાવ મોકલ્યો હતો જે અંગે સગીરાના પિતા રોમિયોને સમજાવવા ગયા હતા ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોએ યુવાન ઉપર હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના નોંધણ ચોરા ગામે રહેતા શૈલેષ લક્ષ્મણભાઈ વાઘેલા નામનો 35 વર્ષનો યુવાન કારંભડી અને પીપળીયા ગામ વચ્ચે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મંગુ તેના પુત્ર રતો અને જીવીબેને ધોકા વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં શૈલેષ વાઘેલાની 13 વર્ષની પુત્રીને હુમલાખોર રતાએ તું મને પ્રેમ કરે તેવું કહી પ્રેમનો પ્રસ્તાવ કર્યો હતો જે અંગે સગીરાએ પરિવારને જાણ કરતા સગીરાના પિતા શૈલેષભાઈ વાઘેલા રતાને સમજાવા ગયા હતા ત્યારે તેના પિતા સહિતનાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.