પુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલો
05:24 PM Jul 01, 2025 IST | Bhumika
મેટોડા જીઆઇડીસીનો બનાવ: ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા
Advertisement
શહેરની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં રહેતા આધેડે પુત્રીની છેડતી કરતા શખ્સને ઠપકો આપતા મામા-ભાણેજ સહિતના શખ્સોએ આધેડને ઇંટ વડે મારમારતા તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં2માં રહેતા શંભુભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.48) નામના આધેડ ઘર પાસે હતા ત્યારે રણછોડ અને તેના ભાણેશ સુભાષ તથા તેની સાથેના શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુ અને ઇંટ વડે માર મારતા તેમણે ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Advertisement
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મેેટોડા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી સુભાષ તેમની પુત્રીની છેડતી કરતો હોય જે બાબતે ઠપકો આપતા મામા-ભાણેજ સહિતના શખ્સોએ હુમલો કરી મારમાર્યાનું જાણવા મળ્યું છે.
Advertisement