ભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકા
હત્યા કરી પુરાવાનો નાશ કરવા અંતિમ વિધી કરી પિતા સુરત જતા રહયા, પોલીસે બંન્નેને પકડી પુછપરછ શરૂ કરી
અન્ય જ્ઞાતિના યૂવકના પ્રેમમાં પડતા દીકરીની નિર્દયતાથી ગળુ દબાવી હત્યા કરી; નાની દીકરીને ધમકી આપી ‘તુ જલ્પા જેવુ કરશી તો તારા પણ આવા હાલ થશે’
પાલિતાણાના રાણપરડા ગામે એક નિર્દયી પિતાએ તેના નાના ભાઇ સાથે મળી પોતાની જ પુત્રીની ગળું દબાવીને હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી છે. તેમજ ક્રુર પિતા તેમજ કાકાએ પુત્રીની સ્મશાને જઇ અંતિમ વિધી પણ કરી નાંખી પુરાવાનો નાશ કર્યો હોવાનું સપાટી પર આવત ભાવનગર જિલ્લાના રાણપરડા ગામે પોતાની જ પુત્રીની પિતા તેમજ કાકાએ ક્રુરતા પૂર્વક હત્યા કરી નાંખતા નાના એવા ગામમાં આરોપીઓ વિરૂૂદ્ધ ભારે રોષ ફેલાયો છે.
રાણપરડા ગામે 19 વર્ષિય જલ્પાબેન દિપકભાઇ રાઠોડને અન્ય જ્ઞાતીના યુવક સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ તેના પિતા દિપકભાઇ ધિરૂૂભાઇ રાઠોડ તેમજ તેના કાકા ભાવસંગભાઇ ઉર્ફે લાલજી ધિરૂૂભાઇ રાઠોડએ બંન્ને એક સંપ કરી, હત્યાનું કાવતરૂૂ ઘડી ગત તા. 7-3-2025ના રોજ સવારે સાતથી આઠ વાગ્યાના ગાળામાં પુત્રી જલ્પાબેન ઘરે એકલી હોય જેનો લાભ લઇ પિતા તેમજ કાકાએ નિર્દયતાપૂર્વક ઢોરમાર માર્યો હતો અને બાદમાં જલ્પાબેનનું ગળું દબાવી એક નિર્દયી પિતાએ હત્યા કરી નાંખી હતી.
આ બંન્ને આરોપીઓ આટલા એ જ ન અટક્યા અને હદ તો ત્યારે વટાવી જ્યારે પુત્રીને લાશને સગવગે કરવાનો વિચાર આવ્યો. પુત્રીની હત્યા કરી રાણપરડા ગામે કોઇને ખબર ન પડે તેમ તેની લાશની સ્મશાનમાં જઇ અંતિમ વિધી કરી પુરાવાનો નાશ કરી બંન્ને ફરાર થઇ જવા પામ્યા હતા.
આ ઘટના બાદ પિતા સુરત ખાતે પરત ફરી કંઇ થયું ન હોવાનો ઢોંગ કરી હત્યા છુપાવવાની કોશીશ કરી હતી જ્યારે આરોપી કાકા ફરાર થઇ જતા પાલિતાણા રૂૂરલ પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક જલ્પાને સુરતથી તેના પિતા દિપકભાઇ રાણપરડા લાવ્યા હતા અને ત્યાં તેમના ભાઇ સાથે તેમની મોટી પુત્રી જલ્પાનું ગળું દબાવી હત્યા કરી, અંતિમ વિધી પણ કરી નાંખી હતી. આ સમગ્ર બનાવ જલ્પાની નાની બહેન ધ્રુવાંશી સામે જ બન્યયો હતો. અને નિર્દયી પિતાએ પુત્રીની હત્યા કરી નાની પુત્રીને કહેલ કે, તું પણ જલ્પા જેવું કરીશ તો તારી પણ હત્યા કરી નાંખીશથ તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
સાત દીવસ પહેલા જલ્પા યુવક સાથે ભાગી ગઇ હતી
દિપકભાઇ સુરત ખાતે જલ્પા સાથે રહેતા હતા અને સાતેક દિવસ અગાઉ જલ્પા અન્ય જ્ઞાતીના યુવક સાથે ઘરેથી ભાગી ગઇ હતી અને બીજા દિવસે શોધખોળ દરમિયાન મળી આવતા હત્યાના ઇરાદે પુત્રને રાણપરડા ગામે લાવ્યા હતા. મૃતક જલ્પાની માતાનું દસ વર્ષ અગાઉ અવસાન થયેલ અને જલ્પાના બે વર્ષ અગાઉ સગાઇ પણ કરી હતી.