For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદ

06:14 PM Oct 16, 2025 IST | Bhumika
ડબલ મર્ડર કેસમાં પિતા પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદ

જસદણના નવા જસા52 ગામે 8 વર્ષ પહેલાં સમાધાન માટે બોલાવી ખૂની ખેલ ખેલ્યો’તો

Advertisement

જસદણ તાલુકાના નવા જસાપર ગામે બાઈક સામસામા અથડાવાથી થયેલા નુકસાનના સમાધાન માટે બોલાવી છરી ધોકાથી હુમલો કરી બે પટેલ યુવકોની હત્યા કરી એક અગ્રણીને ગંભીર ઇજા પહોંચાડવાના આઠ વર્ષ પહેલાના કેસમાં રાજકોટ સેશન્સ અદાલત દ્વારા આરોપી પિતાપુત્રને આજીવન કેદ તથા માતાને મહાવ્યથાના ગુનામાં 3 વર્ષની સજા તેમજ ભોગબનનારને કુલ રૂૂા.11 લાખ કંમ્પન્સેશન ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.

આ કેસની પ્રાપ્ત હકિકતો મુજબ, આ બનાવમાં ફરીયાદી હરેશભાઈ શીવાભાઈ વસાણીએ તા.08/ 05/ 2017ના રોજ જસદણ પોલીસ સ્ટેશન સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલ હતું કે, તા.07/ 05/ 2017 ના રોજ આ કામના આરોપી જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈનું મોટર સાઇકલ વિમલભાઈનું મોટર સાઇકલ આમને સામને ભટકાતા આરોપી જીતેન્દ્રગીરીના મોટર સાઇકલમાં સામાન્ય નુકશાન થયેલ હતું. જેમાં આરોપી જીતેન્દ્રગીરી ઉશ્કેરાઈ જઈ વિમલભાઈના મોટર સાઇકલ ઉપર ઘા મારી નુકશાન કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપેલ હતી. જે બાબતે ફરીયાદી હરેશભાઈ વસાણી અને મરણજનાર વિમલભાઈ સમાધાન કરવાના આશયથી જીતેન્દ્રગીરીના ઘર પાસે ગયેલ હતા, ત્યારે ત્યાં ઉભેલા જીતેન્દ્રગીરીના પિતા ગણપતગીરી ગોસાઈ અને માતા લાભુબેન સાથે સમાધાનની વાતચીત ચાલુ હતી ત્યારે જીતેન્દ્રગીરી બાવાજી ઘરમાંથી છરી લઈને આવી વિમલને પેટમાં ઉપરાઉપરી છરીના ચાર ઘા મારી દીધેલ.

Advertisement

તે દરમ્યાન ગામના આગેવાન ગોવિંદભાઈ ભાયાણી અને તેમના પુત્ર લાલજીભાઈ ભાયાણી છોડાવવા જતા ગોવિંદભાઈને જીતેન્દ્રગીરીના બા લાભુબેને તેના હાથમાં ધોકો ઝીંકી દેતા તે ઢળી પડયા હતા. તેમજ જીતેન્દ્રગીરી અને પિતા ગણપતગીરીએ છરી કાઢી વિમલભાઇ અને લાલજીભાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા. આમ ત્રણેય વ્યકિતઓને છરી અને ધોકાના ઘા મારતા લોહીલુહાણ હાલતમાં લાલજીભાઈ, વિમલભાઈ અને ગોવિંદભાઈને અલગ અલગ ફોરવ્હીલ ગાડીઓમાં જસદણના ખાનગી દવાખાને લઈ જતા તેને તાત્કાલીક રાજકોટ સારવાર માટે રિફર કરાયા હતા.

જ્યારે લાલજીભાઈ તથા વિમલભાઈની તપાસ કરી જસદણ દવાખાને રિફર કરાતા બંનેને ફરજ પરના ડોકટરે તપાસી મ2ણ ગયાનું જણાવેલ હતું. આ ફરિયાદ ઉપરથી જસદણ પોલીસે આરોપીઓ જીતેન્દ્રગીરી ગોસાઈ, ગણપતગીરી ગજરાજગીરી ગોસાઈ તથા લાભુબેન ગણપતગીરી ગોસાઈ સામે હત્યા અને જીવલેણ હુમલા મુજબની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની અટક કરેલ હતી અને તપાસના અંતે તેમની સામેનું ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતું.

આ કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સેશન્સ કોર્ટે આરોપી જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈ અને ગણપતગીરી ગજરાજગીરી ગોસાઈને આજીવન કેદ લાભુબેન ગણપતગીરી ગોસાઈને મહાવ્યથાના ગુનામાં 3 વર્ષની સજા અને દંડમાંથી મૃતક વિમલભાઈ શીવાભાઈ વાસાણી અને લાલજીભાઈ ગોવિંદભાઈ ભાયાણીના કુંટુંબને રૂૂા.5-5 લાખ અને ઈજા પામનાર ગોવિંદભાઈ ભીમજીભાઈ ભાયાણીને રૂૂા. 1 લાખ ચુકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે ક્રોસ ફરિયાદમાં ગોવિંદભાઈને છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો. જ્યારે હરેશભાઈ નાસતા ભાગતા હોય તેમની સામેનો કેસ ચાલુ રાખવામાં આવ્યો હતો.

આ કામમાં સ્પે.પી.પી. ધી2જકુમાર એસ. પીપળીયા અને ક્રોસ કમ્પ્લેનના કેસમાં ગોવિંદભાઈના વકીલ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની ટીમમાં એડવોકેટસ અંશ ભારદ્વાજ, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, અતુલ બોરીચા, દિશા ફળદુ અને મિહિ2 શુકલ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement