ચોટીલાના ભીમગઢમાં પિતા-પુત્ર ઉપર શેઢા પાડોશીનો હોકીથી હુમલો
ચોટીલાના ભીમગઢ ગામે વાડીમા ઘુસેલા રોજડાને તગડતા રોજડુ બાજુની વાડીમા ઘુસી ગયુ હતુ જે મુદે શેઢા પાડોશી ચાર શખ્સોએ પિતા-પુત્ર સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પિતા-પુત્રએ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના ભીમગઢ ગામે રહેતા હસુભાઇ ચોથાભાઇ બાવરીયા (ઉ.વ. 40) અને તેનો પુત્ર દિનેશ હસુભાઇ બાવરીયા રાત્રીના દસેક વાગ્યાના અરસામા પોતાની વાડીએ હતા ત્યારે શેઢા પાડોશી દેવરાજ જેસા, કાળુ દેવરાજ અને કુકા દેવરાજ સહીતના 3 અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી હોકી વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા પિતા - પુત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. પ્રાથમિક પુછપરછમા પિતા - પુત્ર વાડીએ હતા ત્યારે વાડીમા ધસી આવેલા રોજડાને તગડતા રોજડુ હુમલાખોર શખ્સોની વાડીમા ઘુસી ગયુ હતુ જે મુદે ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. આ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.