ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં બાળકી સાથે અમાનૂષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવવાના કેસમાં પિતા-પુત્રીને આજીવન કેદ

12:16 PM Jul 11, 2025 IST | Bhumika
Advertisement

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સાતેક વર્ષ પહેલા એક સાવકા પિતા એ પોતાની પુત્રી અને.સગીર વયના પુત્ર એ સાથે મળી ને માસૂમ બાળકી ઉપર અમાનુષી ત્રાસ ગુજારી તેણી ની હત્યા નિપજાવી હતી. આ કેસમાં અદાલતે પિતા પુત્રીને આજીવન કારાવાસ ની સજા નો હુકમ કર્યો છે.જ્યારે આ કેસ ના ત્રીજા અને સગીર વય ના આરોપી એ થોડા વર્ષ પહેલા આત્મહત્યા કરી પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

Advertisement

જામનગરમાં ચક્ચારી આ કેસ ની વિગત એવી છે કે , શહેર ના કૃષ્ણનગર - 4 ,વિસ્તારમાં રહેતા ચેતન મુકંદરાય કલ્યાણી (43) એ આ કામમાં ભોગ બનનાર નવ વર્ષની બાળકીની માતા સાથે બીજા લગ્ન કર્યા હતા. તારીખ 14/10/20217 ના બાળકી ને છોડી ને તેની માતા કર્ણાટક ચાલી ગઈ હતી. જ્યારે ચેતન કલ્યાણી તેની પુત્રી નેહલ ચેતનભાઇ કલ્યાણી (27) અને તેનો 17 વર્ષ નો સગીર વયનો પુત્ર નવ વર્ષની ભોગ બનનાર બાળકીને વિકાસ ગ્રાહ માંથી પોતાના ઘરે લાવ્યા હતા. અને તારી મા મકાન વેચવા દેતી નથી તેમ કહી ને ચેતનભાઇ કલ્યાણી તેની પુત્રી નેહલ અને સગીર પુત્ર એ બાળકી ને ઢોર માર માર્યો હતો . જેમાં ચેતનભાઇ એ સ્ટમ્પ વડે માર માર્યો હતો. જ્યારે નેહલ એ તેણી ને પગ માં ડામ આપ્યા હતા. આ પછી બાળકી ના નગ્ન ફોટા પાડીને તેની માતાને મોબાઈલમાં મોકલ્યા હતા, અને ઘરે આવીને મકાનના કાગળ માં સહી કરી જાવા માટે ધાક ધમકી આપી હતી.

તારીખ 4 ડિસેમ્બર 2017 ના ચેતનભાઇ ના 17 વર્ષ ના સગીર વય ના પુત્ર એ બાળકી સાથે બળજબરીથી દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધ નું કૃત્ય આચર્યું હતું. તેમજ આ પછી પણ અવારનવાર તેણી સાથે બળજબરી થી શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી તારીખ 16 જાન્યુઆરી 2018 ના ત્રણેય પિતા ,પુત્રી , પુત્ર એ બાળકી ને મારમારી હાથ મરડી નાખ્યો હતો. અને ઢોર માર માર્યો હતો. જેમાં બાળકી ના બૂમા બૂમ નો અવાજ પાડોશી સાંભળે નહિ તેથી ટીવી નું વોલ્યુમ ફૂલ કરી નાખવામાં આવ્યું હતુ. આ પછી તારીખ 12/12/2018 ના કેતનભાઇ ના પુત્ર એ સગીરાને સ્ટમ્પ વડે બેફામ માર માર્યો હતો. અને એ જ રાત્રે સગીરા સાથે દુષ્કર્મ આચરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ સમયે ભોગ બનનાર બાળકીએ જણાવ્યું હતું કે મારી માતા આવશે એટલે હું તમને આ બધી આપવીતી કહી દઈશ. આમ લાંબા સમય સુધી ત્રણેય આરોપીઓ દ્વારા બાળકી ને ચીપિયો , તાવીથો , સાવરણી , સ્ટમ્પ થી માર મારતા હતા અને અમાનુષી ત્રાસ ગુજારતા હતા .

બીજી તરફ દુષ્કર્મ આચારનાર સગીરે પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે મેં બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો છે. ત્યારે પિતાએ પોતાના પુત્રને કહ્યું હતું કે તેનું પૂરું કરી નાખવું હિતાવહ છે. આથી સગીર પુત્ર એ તકિયા વડે મોઢે ડૂમો આપીને બાળકી ની હત્યા કરી નાખી હતી. આ ભારે ચર્ચાસ્પદ બનાવ અંગે જે તે સમયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે મોરી એ જાતે ફરિયાદી બનીને ત્રણેય આરોપીઓ સામે જરૂૂરી કાર્યવાહી કરી હતી.

આ અંગે નો કેસ અદાલતમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી પી અગ્રવાલ એ તમામ દલીલો , પુરાવાઓ , સાહેદો અને સાક્ષીઓની જુબાની વગેરેને ધ્યાને લઈને આરોપી ચેતન મુકંદરાઈ કલ્યાણી અને તેની પુત્રી નેહલબેન ચેતનભાઇ કલ્યાણી ને આજીવન કેદ ની સજા નો હુકમ કર્યો છે. જ્યારે આ કેસના સગીર આરોપીએ થોડા સમય પહેલા આપઘાત કરીને પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.

Tags :
court casecrimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement