For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડી

01:38 PM Sep 30, 2025 IST | Bhumika
કાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા 1 35 કરોડની છેતરપિંડી

જમીન વેંચાણના પૈસા ન આપતા રાજકોટ અને જેતપુરનાં શખ્સ સામે ફરિયાદ

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત ભાઈઓની ખેતીની જમીન કે જેના વેચાણ દસ્તાવેજ કર્યા બાદ તે જમીન ની રકમ પૈકીની 1 કરોડ 35 લાખની રકમ ખેડૂત ભાઈઓને નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જેતપુર અને રાજકોટના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે હાલ રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા અને કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં ખેતીની જમીન ધરાવતા વાલજીભાઈ નાગજીભાઈ ખૂંટ નામના પટેલ ખાતેદાર ખેડૂતે પોતાની તેમજ પોતાના ભાઈની જમીનના વેચાણના રૂૂપિયા 1 કરોડ 35 લાખ પોતાને નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જેતપુરના વતની ગોપાલ પુનાભાઈ કોટડીયા અને રાજકોટના મોહનભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત અને તેના ભાઈની નાના વડાળા ગામમાં ખેતીની જમીન આવેલી છે, જેના વેચાણના સાટાખત પેટે બંને આરોપીઓએ વેચાણ ની રકમ આપવાની હતી, જેમાં ફરિયાદી ની રકમ માંથી 65 લાખ જ્યારે તેના ભાઈ ની જમીનમાંથી 70 લાખ મળી, 1 કરોડ 35 લાખ રૂૂપિયા જમા નહીં કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવી હોવાથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement