ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામે ખેડૂત સાથે રૂા.11 લાખની છેતરપિંડી

12:48 PM Nov 29, 2025 IST | Bhumika
Advertisement

વેપારીએ ખેત જણસની ખરીદી કરી પૈસા ન આપતા ફરિયાદ નોંધાઇ

Advertisement

ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગંભીરસિંહ રામસંગજી જાડેજા નામના 48 વર્ષના યુવાન છેલ્લા ઘણા વર્ષોથી ખંભાળિયાના મનોજભાઈ જેન્તીભાઈ નામના એક વેપારી યુવાન સાથે વિવિધ પ્રકારની લે-વેચ અને વેપાર કરતા હતા. છેલ્લા આશરે ત્રણેક વર્ષથી ફરિયાદી ગંભીરસિંહ તેમજ અન્ય સાહેદો પણ મનોજભાઈને પોતાના ઘઉં, ચણા, મગફળી, ધાણા, વિગેરેનું વેચાણ કરતા હતા અને તે દર વર્ષે તેઓને થોડા દિવસ પછી આ ખેત પેદાશોના પૈસા આપી જતા હતા. જેથી ફરિયાદી ગંભીરસિંહ જાડેજા તેમજ અન્ય સાહેદોને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો.

આ વચ્ચે થોડા સમય પૂર્વે ફરિયાદીએ રૂૂપિયા 2,92,400 ની કિંમતના 272 મણ જણા તેમજ અન્ય સાહેદોએ પણ ચણા, મગફળી, ઘઉં, ધાણા વિગેરે મળી, રૂૂ. 8,20,000 ની ખેત જણસ તેમને વેચવા માટે આપી હતી. પરંતુ મનોજભાઈએ ઉપરોક્ત આસામીઓને તેમની રકમ નહીં આપી અને કુલ રૂૂપિયા 11,12,400 ની છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે અંગે આગળની તપાસ પી.આઈ. વી.એ. રાણા દ્વારા હાથ કરવામાં આવી છે.

કલ્યાણપુરમાં બે સ્થળોએ વિદેશી દારૂૂ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે રહેતા કારૂૂભા કનૈયાભા માણેક ગામના શખ્સના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી રૂૂ. 14,300 ની વિદેશી દારૂૂની 11 બોટલ કબજે કરવામાં આવી હતી. જો કે આરોપી કારૂૂભા માણેક પોલીસને હાથ લાગ્યો ન હતો. અન્ય એક કાર્યવાહીમાં ભોગાત ગામના વેજાણંદ ઉર્ફે ભીખુ રણમલ ભાટિયાને પોલીસે વિદેશી દારૂૂની એક બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

Tags :
crimegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement