દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવેલા પરિવારજનો પર પાંચ શખ્સો દ્વારા હુમલો
દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચમાં ફરવા માટે આવેલા કેટલાક પરિવારજનોને બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડવા સબબ અમદાવાદના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળના દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા અને જામનગરની એક કોલેજમાં એલ.એલ.બી.નો અભ્યાસ કરતા જયપાલસિંહ જયવ્રતસિંહ વાઢેર નામના 21 વર્ષના યુવાન ગત તારીખ 4 ના રોજ તેમના કુટુંબના કેટલાક સભ્યો, માતા વિગેરે સાથે શિવરાજપુર બીજ ખાતે ગયા હતા. અહીં ફરિયાદી જયપાલસિંહ વાઢેર તેમજ તેમના પરિવારજનો બેઠા હતા, ત્યાં આવેલા અમદાવાદના રહીશ જયંતી ભીખાભાઈ વાઘ, દીપક ગુપ્તા, ગિરીશ પરમાર, મોસમભાઈ અને કેવલ નામના પાંચ શખ્સોએ અહીં રહેલા એક મહિલા પાસેથી નીકળતા તેને જયપાલસિંહએ દૂર ચાલવાનું કહેતું કહ્યું હતું.
આ બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ બોલાચાલી કરી અને બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી. આ ઉપરાંત એક આરોપીએ હાથમાં પહેરેલા કડા વડે તેમજ અન્ય શખ્સે શૂટિંગની લાકડી વડે ફરિયાદી જયપાલસિંહ અને અન્ય લોકોને ઈજાઓ પહોંચાડી હોવાનું જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે અમદાવાદના ઉપરોક્ત તમામ પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.