માળિયા મિયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદ્દે દંપતી પર કૌટુંબિક પરિવારનો હુમલો
માળીયા મીયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદે દંપતી ઉપર કૌટુંબિક પરિવારે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયા મીયાણાના ખાખરેચી ગામે રહેતા હિતેશગીરી કેશુગીરી પરમાર (ઉ.વ.22) અને તેની પત્ની સોનુબેન હિતેશગીરી પરમાર (ઉ.વ.19) પોતાના ઘર પાસે હતા ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં કુટુંબીકભાઈ જયેશગીરી પરમાર, વિજયગીરી પરમાર અને ગીતાબેન સહિતના શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા દંપતિને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં ઈજાગ્રસ્ત યુવકને તેના જ પ્લોટમાં આરોપી એ તારે અહીં આવવું નહીં તેમ કહ્યું હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના ડયા ગામે રહેતા વનરાજ લલિતભાઈ પરમાર નામનો 34 વર્ષનો યુવાન પોતાના ગામમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ગોંડલ બી ડિવિઝન પોલીસના પોલીસ કર્મી સુરેશભાઈએ આવીને રામભાઈ તબેલા વાળા ક્યાં છે તેમ કહી માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા વનરાજ પરમારને લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.