ગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યું
ગઢડા તાલુકાનાં એક ગામની 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ પહેલાં સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલ ગઈ હતી ત્યારે, સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી સગીરાના માતા-પિતાએ સગીરાને ઘરે લઈ જઈને શાંતિથી પૂછપરછ કરતાં સગીરાએ તેના કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાનું તેના માતાપિતાને જણાવ્યું હતું.
સગીરાને વધુ પૂછપરછ કરતાં સગીરાએ જણાવ્યું હતું કે, આશરે ત્રણેક માસ પહેલાં સગીરા ઘરે એકલી હતી ત્યારે, તેના કૌટુંબિક ભાઈએ સગીરાને લલચાવીને ઘરે બોલાવી હતી અને અડપલાં કરીને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું સગીરાએ તેના માતા પિતાને જણાવ્યું હતું. જેથી સગીરાના પિતાએ આરોપી સામે ગઢડા પોલીસમા ફરિયાદ નોંધાવી છે ત્યારે, ગઢડા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.