વાંકાનેરમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં પરિવાર પર ધોકા-પાઇપ વડે હુમલો
વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી વિસ્તારમાં ઘર પાસે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં શરૂૂ થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં ગુસ્સામાં આવેલા છ શખ્સોએ એક પરિવાર પર ધોકા, પાઇપ તથા કુહાડી વડે હુમલો કરી બઘડાટી બોલાવી ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડતાં ચકચાર મચી છે.
પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ, કલમ-118(1), 117(2), 115(2), 351(2), 352, 54 તથા જી,પી, એક્ટ કલમ-135 અને એકબીજાને મદદગારી કરી મહે. જીલ્લા મેજી.સા. મોરબીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ અંગેનો ગુન્હો નોંધેલ છે.આ મારામારીના બનાવમાં ફરિયાદી મુસ્કાનબાનું અફઝલખાન પઠાણ (ઉ.વ. 22)એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી 1). નાજીમભાઈ આબીદભાઈ કલાડિયા, 2). અબરાર આબીદભાઈ કલાડિયા, 3). મુબીનભાઈ ઇસ્માઇલભાઈ માથકીયા, 4). આર્યનભાઈ મહેમુદભાઈ મકવાણા, 5). સલમાનભાઈ મુન્નાભાઈ કાજી તથા 6). મુનાફભાઈ ઈકબાલભાઈ કલાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ ફરિયાદીના ભાટીયા સોસાયટી, જલારામ જીન પાછળ આવેલ ઘર પાસે ફટાકડા ફોડતા હોય, જેના અહીં ફટાકડા ફોડવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીના પરિવાર પર હુમલો કરી લાકડી, ધોકા, પાઇપ, કુહાડી વડે હુમલો કરી સાહેદ અસરફને મણકાના ભાગે ફ્રેક્ચર અને સાનિયાબેનને કાંડા ભાગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી નાસી ગયા હતા, જેથી હાલ આ બનાવમાં પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
