For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતો નકલી ‘રો’ અધિકારી બોટાદમાંથી ઝડપાયો

04:07 PM Oct 13, 2025 IST | Bhumika
નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતો નકલી ‘રો’ અધિકારી બોટાદમાંથી ઝડપાયો

મહેશ ઈસામલિયા પાસેથી બનાવટી ઓળખ કાર્ડ સાથે અખબારોના ઓળખકાર્ડ પણ મળ્યા

Advertisement

લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે પોતે ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) નો અધિકારી હોવાની ખોટી ઓળખ આપી લોકોને નોકરીની લાલચ આપીને છેતરતો હતો. LCB પોલીસે બાતમીને આધારે બોટાદના ગઢડા રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મહેશ ઈસામલિયા નામના આ શખ્સને નાગલપર દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મહેશ ઈસામલિયા હકીકતમાં RAW અધિકારી ન હોવા છતાં, તેણે પોતાનું બનાવટી ઓળખ પત્ર બનાવડાવ્યું હતું. આ નકલી ઓળખનો ઉપયોગ કરીને તે લોકોને નોકરી આપવાની લાલચ આપતો હતો. પોલીસે મહેશ પાસેથી અખબારોના નકલી ઓળખપત્રો પણ મેળવ્યાં છે.

Advertisement

નકલી RAW અધિકારીનું આ બનાવટી ઓળખ પત્ર બોટાદમાં આવેલ ઓમ ગ્રાફિક્સ નામની જગ્યાએ બનાવવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે LCB પોલીસે મહેશ ઈસામલિયા અને ઓમ ગ્રાફિક્સના સંચાલક અંકિત પરમાર સામે કાયદેસરની ફરિયાદ નોંધી હતી. પોલીસે મહેશની ધરપકડ કરીને આ બનાવટી ઓળખ અને ઠગાઈના પ્રયાસો અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement