For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાં ગરબામાં રોફ જમાવતો નકલી PSI ઝડપાયો, DCPની નજરે ચડી જતાં ભાંડો ફુટ્યો

04:15 PM Sep 24, 2025 IST | Bhumika
સુરતમાં ગરબામાં રોફ જમાવતો નકલી psi ઝડપાયો  dcpની નજરે ચડી જતાં ભાંડો ફુટ્યો

Advertisement

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર સુરતમાં નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI ઝડપાયો છે. એક યુવકે નકલી PSI બની ગરબાના VIP ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ડુમસના YPDડોમમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં ઝોન-7 DCP શેફાલી બરવાલની સતર્કતાના કારણે નકલી PSIનો ભાંડો ફૂટી ગયો. યુવકે પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ PSI તરીકે આપી હતી. હાથમાં વોકીટોકી રાખીને ફરતો હોવાથી સૌ કોઈનું ધ્યાન ગયુ હતું.

ડુમસના YPDડોમમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં DCP શેફાલી બરવાલ રૂૂટિન વિઝિટ પર હતા. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા તે સમયે તેમની નજર એક શખ્સ પર ગઈ હતી. તે સામાન્ય નાગરિક હોવા છતાં પોલીસ અધિકારીઓ સાથે ઊભા રહીને અલગ છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના વર્તન પર શંકા જતાં DCPએ આયોજકોને પૂછપરછ કરી હતી.

Advertisement

તે યુવક પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી રહ્યો હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓનો પરિચિત હોવાનું જણાવતો હોવાનું આયોજકોએ કહ્યું હતું. આયોજકોની વાત સાંભળી DCPએ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. યુવકની તપાસ કરતાં તે યુવરાજ નારૂૂ રાઠોડ મૂળ ભાવનગરનો અને હાલમાં વરાછા ખાતે રહેતો હોવાની જાણ થઈ હતી. યુવરાજના પિતા હીરાના કારખાના ચલાવે છે. તેના મોબાઇલમાં સેલિબ્રિટી અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા મળી આવ્યા હતા. જેના આધારે નાગરિકો સામે પોતાનો પ્રભાવ પાડવાની કોશિશ કરતો હતો.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવરાજ રાઠોડ બે દિવસથી પોલીસના નામનો દુરુપયોગ કરી નવરાત્રિ મહોત્સવમાં આવતો હતો. અગાઉના દિવસે તેણે VIP વિસ્તારમાં જઈ સેલિબ્રિટીઓ સાથે ફોટા પડાવ્યા હતા. તેના વડોદરામાં રહેતા સંબંધીઓ પોલીસમાં હોવાથી તે પોલીસની ગતિવિધિઓથી પરિચિત હતો. જેનો તેણે ફાયદો ઉઠાવ્યો હતો. ડુમસ પોલીસે આયોજક નયન માંગરોળિયાની ફરિયાદના આધારે યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement