નકલી અધિકારીએ રાજકોટના યુવાનને મેડિકલમાં પ્રવેશની લાલચ આપી 48 લાખ પડાવ્યા’તા
અન્ય યુવાનોને પોલીસ ભરતીમાં પાસ કરાવવા, એડિ. કલેકટરના પીએ બનાવવાની લાલચ આપી નાણાં ખંખેર્યા
ખંભાળિયામાં પોલીસે કારમાં નકલી એડીશ્નલ કલેકટર અને એસડીઅમ લખી ફરતા યુવક સહિત બેને પોલીસે દબોચી લીઘા હતા જેના રીમાન્ડ મેળવી પોલીસ શરૂૂ કરેલી તપાસમાં વધુ કેટલાક કારસ્તાનો સામે આવ્યા છે જેમાં રાજકોટના એક આસામીના પુત્રને મેડીકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ અપાવી દેવાનું કહી સમયાંતરે 42.22 લાખ પડાવી લીધા હોવાનું ખુલ્યું હતું.ખંભાળિયામાં પોલીસ વડા નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડો.હાર્દિક પ્રજાપતિના રાહબરી હેઠળ પીઆઇ સી.એલ.દેસાઇના નેતૃત્વમાં પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જેમાં બાતમીના આધારે પોલીસે ગત બાવીશમી માર્ચના એડી. કલેકટર તથા એડી. ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ(એડીએમ) (પ્રોબેશન ) તથા આરએસી એન્ડ એડીએમ(પ્રોબેશન)ના હોદાવાળા બોર્ડ સાથે પોલીસ વાહનની ફલેશલાઇટ લગાવેલી કાર સાથે જીલ ભરતભાઇ પંચમતીયા સહિત બેને પકડી પાડયા હતા.
જે મામલે પોલીસ પુછપરછમાં તે કોઇ રાજય સેવકનો હોદો ન ધરાવતા હોવાનુ સામે આવ્યુ હતુ.જે મામલે પોલીસે ગુનો નોંધી બનાવટી બોર્ડ વગેરે કબજે કરી આરોપી જીલની ધરપકડ કરી હતી.પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ મેળવી સધન તપાસ શરૂૂ કરતા વધુ કેટલાક કારસ્તાનોનો પણ ખુલાસો થયો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાં વધુ એક કાર,કેટલીક નંબર પ્લેટ, શિલ્ડ તેમજ બોગસ લેટરો અને ઓળખકાર્ડ વગેરે પણ મળી આવતા કબજે કર્યા હતા.મુળ જુનાગઢના રાજકોટમાં રહેતા કેતનભાઇ રમેશભાઇ દેસાઇએ પણ પોતાની પાસેથી સમયાંતરે રૂૂા. 48.22 લાખની રકમ મેળવી વિશ્વાસઘાત, છેતરપિંડી કર્યાની ફરીયાદ જીલ પંચમતીયા સામે નોંધાવી છે. આરોપી જીલે પોતાની ઓળખ એમ.પી.શાહ મેડીકલ કોલેજન એડીશનલ ડીન તરીકે આપી ફરીયાદીના પુત્રને મેડીકલ કોલેજમાં એમબીબીએસમાં એડમીશન અપાવી દેવાનુ કહી કટકે કટકે 48 લાખથી વધુ રકમ પડાવી લીઘી હતી.
જયારે ખંભાળિયાના તેજસભાઇ અશ્વીનભાઇ રામાવત નામના આસામીને પણ આરોપીએ એડીશનલ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની ખોટી ઓળખ આપી પોલીસ ઇન્સપેકટર તેમજ તેના નાના ભાઇને એડી. કલેકટરના પીએ તરીકે નિમણુંક અપાવવાનુ કહી બંને ભાઇને વિશ્વાસમાં લઇ રૂૂા. 32,200ની રકમ મેળવી વિશ્વાસઘાત, છેતરપિંડી આચર્યાનુ સામે આવ્યુ છે. પોલીસે તેની સામે અલગ અલગ બોગસ લેટરો, ઓળખકાર્ડ સહિતના બનાવટી કાગળો વગેરે કબજે કરી તેની સામે અલગ અલગ આઠ ગુના નોંધ્યા છે.પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પોતે કોઇ હોદો ધરાવતા ન હોવા છતા બનાવટી લેટરો,આઇકાર્ડ બનાવ્યા હોવાનુ ખુલ્યુ હતુ.પોલીસે આરોપીની સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.પકડાયેલા આરોપીએ ફરીયાદી પ્રૌઢને અગાઉ ફોન કરી તમારો પુત્ર નાર્કોટિકસ કેસમાં આવી ગયો છે,જો છોડાવાશે નહી તો એડમિશન રદ થશે એમ કહેતા પરીવાર ડરી જતા આરોપીએ તેને કથિત કેસમાંથી પણ છોડાવવાના બહાને પણ કટકે કટકે માતબર રકમ પડાવી લીઘી હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.જયારે ફરીયાદીએ પુત્રને પુછતા કોઇ કેસ થયો ન હોવાનો ખુલાસો થયો હતો.જે બાદ ફરીયાદીને છેતરાયાનો અહેસાસ થતા વિધિવત ગુનો નોંધાયો હોવાનુ જાણવા મળ્યુ છે.આરોપી વિરૂૂધ્ધ નકલી દસ્તાવેજના બે, નકલી આઇકાર્ડના બે ગુના, નકલી સરકારી હોદ્દાની નેઇમપ્લેટનો ઉપયોગ કરી વપરાતી ગાડીના બે ગુના, આર્મ્સ એકટ અને છેતરપિંડી મામલે એક-એક સહિત આઠ ગુના નોંધાયા છે.પોલીસને આરોપીના ઘરે ઝડતી વેળા એક ગ્લોક પિસ્ટલ જેવી એર પિસ્ટલ પણ મળી આવી હતી જે પોલીસ વેપન જેવી દેખાતી આ એરગન-પિસ્ટલ પણ પોલીસ દ્વારા કબજે કરાઇ હતી.નકલી એડીશનલ કલેકટર તથા એમ.પી. શાહ મેડીકલ કોલેજના એડી. ડીન તરીકે ખોટી ઓળખ આપનાર આરોપીના ઘરે તપાસ વેળાએ પોલીસે મોબાઇલ ફોન, કોમ્પ્યુટર્સ અને આઇપેડ વગેરે પણ કબજે કર્યા હતા.જયારે આરોપીએ ખોટા સિકકા અને લેટરપેડનો ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ.