ભાવનગરના આંબલા ગામેથી નકલી માવાની ફેક્ટરી ઝડપાઈ
1185 કિલો નક્લી માવો ઝડપાયો
ભાવનગર જિલ્લાના આંબલા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપી માલિક વિરૂૂદ્ધ ગુનો નોંધી, 1185 કિલો નકલી માવાનો નાશ કરાયો છે. થોડાક દિવસો અગાઉ ભાવનગર ના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરીનો પર્દાફશ થયો હતો ત્યારે આજે ફરી સિહોર તાલુકાના આંબલા ગામે વાડી વિસ્તારમાં નકલી માવાની ધમધમતી ફેક્ટરી ઝડપાઇ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાનાઆંબલા ગામે રહેતો મિલન સુરેશભાઇ દવે નામનો શખ્સ દુધ પાવડર, વનસ્પતી તેલ તેમજ ફટકડીનો ઉપયોગ કરી નકલી માવો બનાવતો હોવાની ભાવનગર એસ.ઓ.જી. પોલીસને બાતમી મળતા પોલીસે ભાવનગર જિલ્લા ફુડ વિભાગને સાથે રાખીને સંયુક્ત દરોડા પાડ્યા હતા.
જે દરોડા દરમિયાન આરોપી મિલન સુરેશભાઇ દવે વિરૂૂદ્ધ ગુનો નોંધી, ફેક્ટરીમાંથી ઝડપી લીધેલ 1185 કિલો નકલી માવો જેમાં મીઠો માવો, થાબડી માવો તેમજ ફટકડી સહિતની અખાદ્ય ચિજવસ્તુઓનો પોલીસ તેમજ ફુડ વિભાગે નાશ કરી તપાસ શરૂૂ કરી છે.