For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાલપુરના મેઘપર ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

12:33 PM Jun 07, 2025 IST | Bhumika
લાલપુરના મેઘપર ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

જામનગરની એસ ઓ જી શાખાની ટુકડીએ આરોગ્ય વિભાગના સ્ટાફને સાથે રાખીને લાલપુર તાલુકાના મેઘપર ગામમાં દરોડો પાડયો હતો, અને ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા એક બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવાથી તેની સામે ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે જામનગરની એસ.ઓ.જી. શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો સુકુમાર મનોહર હલદાર કે જે પોતે તબીબી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં ગેરકાયદે રીતે ખાનગી દવાખાનું ચલાવીને ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. જેથી એસ.ઓ.જી.ની ટુકડીએ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને મેઘપર ગામમાં દરોડો પાડયો હતો.

Advertisement

જે દરોડા દરમિયાન સુકુમાર નામનો શખ્સ મેડિકલ પ્રેક્ટિસ કરતાં મળી આવ્યો હતો. જેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના દવાખાનામાંથી જરૂૂરી દવાઓ સહિતનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે, અને તેની સામે મેંઘપર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટીશનર્શ એકટ 1963 સહીતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement