For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડીના ધલવાણા ગામે લોકોના સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો

11:56 AM Sep 18, 2025 IST | Bhumika
લીંબડીના ધલવાણા ગામે લોકોના સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો

લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એલસોજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ક્લિનીકમાંથી રૂા.14 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોવાની ફરિયાદ ઉઠતા એસઓજી ટીમે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં તાલુકના ધલવાણા ગામે બાતમીના આધારે રહેણાંક મકાનમાંથી કોઈ પણ જાતની ડિગ્રી કે તબીબી સર્ટીફીકેટ વગર લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર ક્રિષ્નાબાલા સંતોષબાલા (ઉ.વ.37 રહે.ધલવાણા તા.લીંબડી (મુળ રહે.પશ્ચીમ બંગાળ)ને ઝડપી પાડયો હતો. દરોડા દરમ્યાન પરનાળા પીએચસી સેન્ટરના મેડીકલ ઓફીસર એચ.એન.પરીખ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે બોગસ ડોક્ટરના અલગ-અલગ કંપનીની એલોપેથી દવા સહિત કુલ રૂા..14,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ બોગસ ડોક્ટર વિરૃધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement