વડોદરા પોલીસ ભવનમાંથી બોગસ CBI અધિકારી ઘનશ્યામ સંઘાણી ઝડપાયો
બોગસ CBI અધિકારીનો ખેલ ખતમ, વડોદરા પોલીસ ભવનમાંથી ઘનશ્યામ સંઘાણીની ધરપકડ
ઘનશ્યામ સંઘાણીની પોલીસ દ્વારા ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવતા એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે શખ્સ CBI અધિકારી તરીકે રોફ જમાવતો હતો, તે ખરેખર વ્યવસાયે કડિયા કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.
વડોદરામાં એક ગંભીર અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસ ભવનમાંથી જ એક નકલી CBI અધિકારી ઝડપાયો છે. આ શખ્સ પોલીસ ભવનમાં જઈને પોતે CBI અધિકારી હોવાની ખોટી ઓળખ આપી રહ્યો હતો. જોકે, પોલીસની ચાંપતી નજર અને શંકાના આધારે તેની અટકાયત કરવામાં આવી હતી.
આ નકલી અધિકારીની ઓળખ ઘનશ્યામ સંઘાણી તરીકે થઈ છે, જેની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઘનશ્યામ સંઘાણીની પોલીસ દ્વારા ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવતા એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે શખ્સ CBI અધિકારી તરીકે રોફ જમાવતો હતો, તે ખરેખર વ્યવસાયે કડિયા કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. આ સાથે પોલીસે તેની પાસેથી તલાશી લેતા, તેની પાસે પોલીસ અધિકારી અને પત્રકારના બોગસ આઇકાર્ડ પણ મળી આવ્યા હતા. આ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તે લોકોને ગેરમાર્ગે દોરવાનો અને કાયદાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
નકલી CBI અધિકારીની ઓળખ આપીને ઘનશ્યામ સંઘાણી પોલીસ ભવન સુધી શા માટે પહોંચ્યો હતો, તેના ઈરાદાઓ શું હતા, અને તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા છે, તે અંગે પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ શરૂૂ કરવામાં આવી છે.