શેરબજારમાં નફાની લાલચ આપી કારખાનાના વર્કશોપ મેનેજર સાથે 6.91 લાખની છેતરપિંડી
ફેસબુકમાં મિત્ર બનેલી યુવતીએ ફેકટરીના વર્કશોપ મેનેજરને શીશામાં ઉતાર્યો, સાત સામે ફરિયાદ, એક સકંજામાં
શહેરના રૈયા સર્કલ પાસે દ્વારકેશ અક્ષર પાર્ક-1માં રહેતા અને એસ.ટી. વર્કશોપ પાછળ લુમ્યન ઈન્જીનીયરીંગ સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીઆ રાજકોટ ખાતે વર્ક શોપ મેનેજર તરીકે નોકરી કરતા યુવાન સાથે ફેસબુક મારફતે મિત્ર બનેલી યુવતીએ શેરબઝારમાં સારું વળતરની લાલચ આપી રૂૂ.6.91 લાખની છેતરપીંડી કરતા સાઈબર ક્રાઈમ પોલીસે સાત સામે ગુનો નોંધ્યા બાદ એક શખ્સને સકંજામાં લીધો છે.
આ મામલે શહેરના રૈયા સર્કલ પાસે દ્વારકેશ અક્ષર પાર્ક-1માં રહેતા અને એસ.ટી. વર્કશોપ પાછળ લુમ્યન ઈન્જીનીયરીંગ સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીઆ રાજકોટ ખાતે વર્ક શોપ મેનેજર તરીકે નોકરી કરતા સંજયભાઈ રાયધનભાઈ ડાંગરે ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.02/06/2025 ફેસબુકમાં નિશા અગ્રવાલની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવ્યા બાદ નિશા અગ્રવાલે વ્હોટસેપ નંબર મોકલી વાતચીત કરી હતી. જેમાં તેની ઈન્ટ્રા ગ્લોબલ લીમીટેડ નામની કંપની છે અને તે ફોરેન એક્ષેન્જમાં નાણાનું રોકાણ કરવાનુ કામ કે રે છે અને સારો એવો નફો મળશે તેવી વાત કરી એક લીંક મોકલી હતી.
જેમાં સંજયભાઈએ તેના આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈ.ડી જેવી માંગ્યા મુજબની વિગત ભરી સબમીટ આપતા એક વોલેટના યુજરનેમ અને પાસવર્ડ બનેલ હતા.
ટેલીગ્રામ એપ્લીકેશાન માંથી રૂૂ.40,000 થી ટ્રેડીંગ કરાવી તેના નફા પેટે 100 ડોલર બેકમાં જમા થયા હતા. તે વિ-ડ્રો કરતા બેંક એકાઉન્ટમાં રૂૂ. 8000 જમા થયેલ હતા બાદમાં વધુ નફાની લાલચ આપી રૂૂ.7.40 લાખ જમા કરાવી છેતરપીંડી કરતા આ મામલે ફેસબુક આઈડી ધારક સહીત સાત સામે સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે સંજયભાઈએ તાત્કાલિક સાઈબર ક્રાઈમ પોર્ટલમાં ફરિયાદ કરતા જેમાંથી રૂૂ.3.37 લાખ પરત અપાવ્ય હતા બાકીની રકમ મામલે રાજકોટ સાયબર કાઈમના પી.આઈ જે.એમ. કૈલા, એમ.એ. ઝણકાટ, બી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ કરી એક શખ્સને સકંજામાં લીધો છે.