For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયો

12:05 PM Apr 14, 2025 IST | Bhumika
દેશી દારૂના વ્યાપક દરોડા  14 મહિલા સામે ગુનો નોંધાયો

જામનગર શહેર ના સીટી સી. ડીવી પોલીસ પો.સ્ટે.વિસ્તાર હેઠળ ના જાગૃતીનગર, વુલનમીલ ફાટક ખુલ્લી ફાટક , ગણપતનગર , બાવરીવાસમા દેશી દારૂૂ દુષણ દુર કરવા માટે જામનગર સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનના એ ડીવીઝન, બી ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી ના પોલીસ સ્ટાફના માણસો અને અધિકારી સાથે રાખી ને દરોડા પાડવામાં આવ્યા હતા. આ વિસ્તાર માં ચાલતી દેશી દારૂૂ બનાવટ અને વેચાણ અંગે કોબીંગ હાથ ઘરી એક સાથે 35 સ્થળો ઉપર દરોડા પાડવા આવ્યા હતાં. જેમા થી 14 સ્થળો ઉપર ગે.કા દેશી દારૂૂની પ્રવૃતી નજરે ચડી હતી. પોલીસે કુલ દેશી દારૂૂ લીટર - 100 ( કિ.રૂૂ.20,000 ) તથા દેશી બનાવવાનો દારૂૂ નો કાચો આથો લીટર - 170 (કિ.રૂૂ.4250) નો મુદામાલ કબજે લીધો હતો.

Advertisement

અને ગોદાવરીબેન પ્રવિણભાઇ ચૌહાણ (રહે જાગૃતીનગર બાવરીવાસ), જમનાબેન ધનર્સિંગ ડાભી (રહે ખુલ્લી ફાટક બાવરીવાસ ), મોહીનીબેન લક્ષ્મણભાઇ ડાભી (રહે.હુલરમીલ ફાટક બાવરીવાસ), આરતીબેન જસરાજભાઇ ડાભીક્ષ( રહે. ખુલ્લી ફાટક) , ગોદાવરીબેન રાજેશભાઇ માલપરા (રહે,જાગૃતીનગર બાવરીવાસ), શોભનાબેન કાનાભાઇ માલપરા (રહે. જાગૃતીનગર), વર્ષાબેન લખનભાઈ કોળી (રહે,જાગૃતીનગર બાવરીવાસ ) , ચાંદનીબેન રામસ્વરૂૂપ પરમાર (રહે.હુલરમીલ ફાટક બાવરીવાસ ) , વિરુબેન માઘાભાઇ પરમાર (રહે.દિજામ પુલ નીચે બાવરીવાસ ), શોભનાબેન જીવણભાઇ પરમાર (રહે જોગણીનગર બાવરીવાસ ), સીલાબેન સુરજભાઇ ડાભી (રહે ખુલ્લી ફાટક બાવરીવાસ ), ગીતાબેન રાહુલભાઈ ડાભી ( રહે. ખુલ્લી ફાટક બાવરીવાસ ), સવીતાબેન રાઘેભાઇ બાવરી (રહે .વુલરમીલ ફાટક બાવરીવાસ), અને સોનલબેન રાજેશભાઇ વઢીયાર( રહે. ખુલ્લી ફાટક બાવરીવાસ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement