For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદ

05:18 PM Dec 05, 2025 IST | Bhumika
છુટાછેડા બાદ પત્નીને ફરી પામવા નવા પતિની હત્યા કરનાર પૂર્વ પતિને આજીવન કેદ

જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે ત્રણ વર્ષ પૂર્વે છુટાછેડા બાદ પત્નીએ બીજા લગ્ન કરી લીધા પૂર્વ પતિએ પત્નીને ફરી પરત મેળવવા નવા પતિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. જે હત્યા કેસમાં સંડોવાયેલા હત્યારા સામેનો કેસ રાજકોટ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હત્યા કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.15000 દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ, જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે રહેતા કમલેશભાઈ મોહનભાઈ ચાવડા તા.16/8/2022ના રોજ મધરાત્રે પોતાના ઘરે હતા ત્યારે વડીયાના અમરગઢ ગામે રહેતાં યશવંત ઉર્ફે અશ્ર્વિન મહેશભાઈ મકવાણા નામનો શખ્સ કમલેશ ચાવડાના ઘરે ધસી આવ્યો હતો. કમલેશ ચાવડાને ઘર બહાર બોલાવી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કમલેશ ચાવડાનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક કમલેશ ચાવડાના ભાઈ વિનોદ ચાવડાએ યશવંત ઉર્ફે અશ્ર્વિન મકવાણા વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી અને ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, હત્યારા યશવંત ઉર્ફે અશ્ર્વિન મકવાણાના છુટાછેડા બાદ તેની પૂર્વ પત્ની સાથે કમલેશ ચાવડાના તા.15/8/2022ના રોજ લગ્ન થયા હતાં. પૂર્વ પત્નીના બીજા લગ્ન થતાં યશવંત ઉર્ફે અશ્વિન મકવાણાને પૂર્વ પત્નીને ફરી પરત મેળવવા નવા પતિ ઉપર છરી વડે હુમલો કરી ખૂની ખેલ ખેલ્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે હત્યા કેસ રાજકોટ સેસન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતાં આરોપીના બચાવ પક્ષના વકીલ દ્વારા ફરિયાદ પક્ષે મૃતકના મોત અંગે આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો લાવવામાં આવેલ નથી અને બનાવ નજરે જોનાર બન્ને કૌટુંબીજનોમાંથી ફકત એક ને જ સાક્ષી બનાવેલ છે.

Advertisement

આ કેસમાં 22 સાક્ષીઓના નિવેદનો હોવા છતાં ફકત આઠ સાક્ષીઓની જ જુબાની લેવાયેલ છે. આ ઉપરાંત સાહેદનોમાં નિવેદનના બનાવી ઘટનાને જે ક્રમમાં દર્શાવવમાં આવેલ છે. જેનાથી જુના ક્રમમમાં જુબાની દરમિયાન બનાવની ઘટના જણાવવામાં આવેલ છે.આ સંજોગોમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા રજૂઆત કરી હતી. જેની સામે સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી કે કોઈ પ્રસંગના ઘટનાક્રમને જુદા જુદા સમયે એક વ્યક્તિ ઉચ્ચારે તો પણ આવા ઘટનાક્રમના વર્ણનમાં ફેર આવવો કુદરતી છે. કોર્ટમાં જ્યારે સાહેદની જુબાની નોંધાતી હોય ત્યારે આ સાહદની સ્મરણશક્તિ કે બુધ્ધિમતાની પરીક્ષા નથી હોતી, કાયદાની જરૂરીયાત ફકત તેટલી જ છે કે ઘટનાક્રમની મહત્વની ઘટનાનો જુબાની દરમ્યાન ઉલ્લેખ થાય છે. આ ઉપરાંત આરોપીના કપડા ઉપર મરણજનારના લોહીના ડાઘાઓ મળી આવેલ છે. ત્યારે આરોપીએ આ અંગે કોઈ ખુલાસો કરેલ નથી.

તે જ રીતે મરણજનારના ભાઈએ ફરિયાદ આપેલ છે તે ફરિયાદ હાલના આરોપી વિરૂધ્ધ કયા કારણોસર ખોટી આપેલ છે તે અંગે કોઈ જ કારણ દર્શાવેલ નથી. નજરે જોનાર સાક્ષીએ જુબાની દરમ્યાન એક ચોક્કસ વર્ણન કરેલ હોય ત્યારે આરોપીએ જાતે જુબાની આપી સાહેદની જુબાની ન માનવાના કારણો દર્શાવવા જોઈએ. પોતાને નિર્દોષ સાબિત કરવા માટે આ ત્રણ મહત્વના પરીબળોમાંથી આરોપી કોઈ એક પણ પરીબળનું ખડન કરી શકેલ નથી ત્યારે આરોપી સામેનો ગુન્હો પુરવાર માનવાનો રહે છે. સરકાર તરફેની આ રજૂઆતોના અતે અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણે આરોપી યશવત ઉર્ફે અશ્ર્વિન મહેશભાઈ મકવાણાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.15000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement