‘મકાન ખાલી કરી નાખજે નહીંતર તલવારથી કટકા કરી નાખીશ’, કહી પુત્રવધૂને સાસુ-સસરાએ માર માર્યો
શહેરના મવડી પ્લોટમાં આવલી પ્રજાપતિ સોસાયટીમાં સાસુ, સસરા અને મામાજીએ પુત્રવધુને માર મારી મકાન ખાલી કરી નાખજે નહીંતર તલવારથી કટકા કરી નાખીશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે. જયાર સામાકાંઠે સસરાએ પણ પુત્ર અને પુત્રવધુએ ખુનની ધમકી આપ્યાની વળતી ફરીયાદ નોંધાવી હતી.
જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં પ્રજાપતિ સોસાયટી શેરી નં.2માં રહેતા પુજાબેન શીલુસિંગ ચૌહાણ (ઉ.વ.35)એ તાલુકા પોલીસ મથકમાન નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સાસુ ગુડનબેન, સસરા ભુવનાથસિંહ અને મામાજી ગોવિંદસિંગના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તેના સાસુ- સસરા અવાર-નવાર માથાકુટ કરે છે. ગઇકાલે તેણી ઘરે હતી ત્યારે સાસુ-સસરા અને મામાજીએ આવી ‘આ મકાન મારૂ છે, તુ બહાર નીકળ કહી પાઇ લઇ માર મારવા દોડયા હતા અને ઢીકાપાટુનો માર મારી સાસુએ વાળ પકડી ઢસડી બાદમાં ‘મકાન ખાલી કરી નાખજે નહીંતર તારા તલવારથી કટકા કરી નાખીશ’ તેવી ધમકી આપી ભાગી ગયા હતા. જેથી ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી.
જયારે સામાપક્ષે શિવનાસિંગ જગદાનસિંગ ચૌહાણ (ઉ.વ.65) એ પુત્ર શીલુ અને પુત્રવધુ પૂજા વિરૂધ્ધ વળતી ફરીયાદ નોંધાવી હતી જેમાં પુત્રવધુએ પત્ની સાથે કપડા સુવવા બાબતે માથાકુટ કરતા પોલીસ સ્ટેશનમાં સાસામે અરજી કરી હતી. બાદમાં સાંજે પુત્રવધુને ઘરમાંથી નીકળી જવાનું કહેતા તેણ ગાળો આપી હોસ્પીટલમાં દાખલ થઇ હતી. મોડી રાત્રે પુત્ર શીલુ ઘરે આવતા ડેલીનું તાળુ ખોલવાની ના પાડતા તેણે ‘તને જીવતો નહીં મુકું, જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આ અંગ તાલુકા પોલીસે સામસામી ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.