ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટણમાંથી લોકોને ખંખેરતી નકલી LCBની આખી ટીમ ઝડપાઇ, છ શખ્સોની ધરપકડ

04:05 PM Nov 07, 2025 IST | admin
Advertisement

રાજ્યમાં એક પછી એક નકલીની ઘટનાઓ સામે આવી રહી છે, નકલી કચેરીથી લઇને નકલી અધિકારીઓ રાજ્યમાંથી પકડાઇ રહ્યાં છે. હવે પાટણમાંથી વધુ એક નકલી પોલીસ ગેન્ગનો પર્દાફાસ થયો છે, અહીં 6 લોકોની ટોળકી નકલી પોલીસ બનીને ફરતી હતી, જેને અસલી એલસીબી પોલીસે દબોચી લીધી હતી. નકલી પોલીસ લોકો પાસેથી તોડબાજી કરીને પૈસાની ઉઘરાણી કરતી હતી.

Advertisement

પાટણમાંથી છ લોકોની નકલી પોલીસ ટોળકી હવે પોલીસના સકંજામાં છે. ઘટનાની વિગતો એવી છે કે, પાટણમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી પોલીસનો ત્રાસ વધ્યો હતો, અને આ દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક લોકો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માગણી કરે છે.

આ લોકો બી. ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલા એક વેપારી પાસે તપાસના નામે રૂૂપિયા લેવા માટે આવવાના છે. આથી પાટણ એલસીબીની ટીમે છટકું ગોઠવી 6 નકલી પોલીસની ટોળકીને હોટલમાંથી ઝડપી પાડ્યા હતા.

આ લોકોની તપાસ કરતાં તેમની પાસેથી ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટું આઇકાર્ડ તથા પોલીસે પહેરવાના બુટ તથા ખાખી મોજા મળી આવ્યા હતા. આ બાબતે તેને પુછતાં તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહી બજાવતા હોવાનું જણાવ્યું હતું, અને તેઓ તમામ એલ.સી.બી. પોલીસનો સ્વાંગ રચી રૂૂપિયા પડાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું.

ઝડપાયેલા શખ્સોને રૂૂ. 18,19,000ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથે સાથે પોલીસે સુચિત કર્યા છે કે ઉપરોક્ત ઈસમોએ પોલીસના નામે જેની પાસેથી પૈસા પડાવેલા હોય તેવા લોકોએ તાત્કાલિક બી. ડિવીઝન પોલીસ પાટણ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.

Tags :
crimegujaratgujarat newsPatanPatan news
Advertisement
Next Article
Advertisement