ભાડાના મકાનમાંથી રૂા.87 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો
દિગ્વિજય પ્લોટમાંમકાન ભાડે રાખી દારૂનો વેપલો: 164 બોટલ કબજે
જામનગર શહેરના 58 દિ.પ્લોટ વિસ્તારમાં આવેલ કાનાનગર શેરી નં.2 માં ભાડે મકાન રાખી વિદેશી દારૂૂનો જથ્થો રાખી વેંચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.સીટી એ ડીવીઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ, સીટી-એ ડીવીઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે, કાનાનગર શેરી નં.1 ના કાંઠે રતનશી કાનજી મંગેના મકાનમાં વિદેશી દારૂૂનો જથ્થો રાખી વેંચાણ કરી રહ્યા છે. જે હકિકતના આધારે ઉપરોકત્ત સ્થળે દરોડો પાડતા સ્થળ પરથી મહેન્દ્ર ઉર્ફે મસાલી કરશનભાઇ માવ મળી આવ્યો હતો અને મકાનમાં તપાસ કરતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 174 બોટલ કબજે કરી હતી.
પોલીસ તપાસમાં મહેન્દ્ર મસાલી અને પ્રેમ કાનો બારૂૂતો બન્ને મકાન ભાડે રાખી દારૂૂનો વેપલો કરતા હતા.પોલીસે મહેન્દ્ર મસાલીની ધરપકડ કરી પ્રેમ કાનો બારૂૂતોની શોધખોળ હાથ ધરી આ બન્ને શખ્સો કેટલા સમયથી આ ધંધો કરતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.