For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાલારમાં વર્ષ 2024માં 21.62 કરોડની વીજચોરી ઝડપાઈ

12:49 PM Jan 06, 2025 IST | Bhumika
હાલારમાં વર્ષ 2024માં 21 62 કરોડની વીજચોરી ઝડપાઈ

કુલ 3048 ફોજદારી ગુના નોંધાયા, 1038 કેસમાં 4.35 લાખની માંડવાળની રિકવરી

Advertisement

હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના જી.યૂ. વી.એન.એલ. પોલીસ મથકમાં વર્ષ 2024 દરમિયાન કુલ 3048 વિજ ચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 22 કરોડ 62 લાખથી વધુની વીજ ચોરી અંગેના પોલીસ કેસ દાખલ કરાયા છે. જે પૈકી 1038 કેસને માંડવાળ કરવામાં આવ્યા હતા, અને તેમાં 4 કરોડ 35 લાખની રિકવરી થઈ છે.

આ ઉપરાંત કુલ વર્ષ દરમિયાન 404 કેસના જામનગરની અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યા છે, અને તે પૈકી 450 થી વધુ આરોપીઓને અટકાયત કરી લઇ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. વિજ ચોરીના 4 કેસમાં ચાર આરોપીઓને દંડ સહિતની સજા પણ થઈ છે.જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી હેઠળ ના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન પોલીસ સ્ટેશનમાં કુલ 3,048 વીજ ચોરીના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે, અને કુલ રૂૂપિયા 21,62,482.35 ની વીજ ચોરીના કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી અંદાજે 1038 કેસ માંડવાળ થયા હતા, અને તેમાં કુલ રૂૂપિયા 4,35,26,735ની રિકવરી કરી લેવામાં આવી છે.આ ઉપરાંત 2024 ના સમગ્ર વર્ષ દરમિયાન કુલ 404 કેસમાં અદાલત સમક્ષ ચાર્જસીટ કરવામાં આવ્યા છે, જે પૈકીના કુલ 450 આરોપીઓની વિજ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તમામને અદાલત સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2024 ના સમયગાળા દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક મહિલા સહિત ચાર આરોપીઓને સજા થઈ છે, અને ત્રણ ગણો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

Advertisement

વીજ પોલીસ સ્ટેશનનું મહેકમ 31નું જ્યારે ફરજ પર માત્ર 6 કર્મચારી
જામનગરના જી.યુ. વી.એન.એલ. પોલીસ મથકમાં એક પી.આઈ. અને એક પી.એસ.આઇ. તેમજ અન્ય પોલીસ સ્ટાફ સહિતનું કુલ 31 કર્મચારીઓનું મહેકમ છે. અને પીજીવીસીએલ વર્તુળ કચેરી જામનગર કે જેની હેઠળ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો, બંને આવેલા છે.આટલા મોટા વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળ ના 31 ના મહેકમ સાથે ના પોલીસ સ્ટાફ ની સામે માત્ર 6 પોલીસ અધિકારી-કર્મચારી સહિતના સ્ટાફ દ્વારાજ સમગ્ર કામગીરી ચલાવવામાં આવે છે.હાલમાં પી.આઇ. ની પોસ્ટ ખાલી છે અને તેની જગ્યાએ એક પીએસઆઇ નિમાયેલા છે, અને ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવે છે. તે ઉપરાંત બાકીના અન્ય પાંચ પોલીસ કર્મચારીઓ દ્વારા જ સમગ્ર વહીવટ ચલાવવામાં આવે છે, અને 31 ના બદલે 6 પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આટલી મોટી કામગીરી કરી લેવામાં આવી હતી. જે ટીમ દ્વારા પી.એસ.ઓ.નો ચાર્જ, બન્ને જિલ્લામાં લોકલ બંદોબસ્ત, સમન્સ વોરંટ ડ્યુટી, ઇન્વેસ્ટિગેશન વર્ક સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ પણ ઓફિસ વર્ક તેમજ પેપર વર્ક માટે મદદ આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement