વીરપુરમાં બે અસામાજિક તત્ત્વોના ઘરના વીજજોડાણો કાપી 70 હજારનો દંડ
વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને વિવિધ ગુનાઓ આચરેલા અસામાજીક તત્વો ઇસમો સામે વીજચોરીનો દંડ તથા અસામાજીક તત્વોના ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ હટાવવા પ્રોસીજર ચાલુ કરાવતી વિરપુર પોલીસ.
નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડિયા જેતપુર વિભાગ જેતપુરનાઓના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો તથા પી.જી.વી.સી.એલ ગોંડલ ના અધિકારી તથા તેના સ્ટાફના માણસો સાથે જેના વિરૂૂદ્ધ ધાક-ધમકીઓ આપવી તથા વારંવાર શરીર સંબંધી ગુનાઓ આચરતા તથા પ્રોહી જુગારના ગેર કાયદેસર ધંધા સાથે સંકળાયેલ ગુનેગારોનુ લીસ્ટ તૈયાર કરવામા આવેલ હોય જેઓના ઘરે ચેક કરતા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા પી.જી.વી.સી.એલ. ગોંડલ તથા પોલીસ સ્ટાફ સાથે ચેકિંગ દરમિયાન બે ઇસમોને ત્યા ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા જે વીજ કનેક્શન કટ કરી તેઓને રૂૂ.70,000/- ની દંડ આપેલ છે. તેમજ વિરપુર પો.સ્ટે.ના અસામાજીક ઇસમોની ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ હટાવવા માટે સ્થાનીક વહીવટી તંત્ર સાથે રહી વિરપુર પોલીસ દ્વારા પ્રોસીજર ચાલુ કરાવવામાં આવી હતી, આ કામગીરીમાં વિરપુર પોલીસના પીઆઈ એસ.જી.રાઠોડ તેમજ એએસઆઈ મનેશભાઇ પરમાર, હેડકોન્સ્ટેબલ ગીરીશભાઇ, હેડકોન્સ્ટે બલ સુરભીબેન,પીસી.વિપુલભાઇ સોલંકી, એલઆરડી અદીતીબેન તથા વિરપુર પીજીવીસીએલ સ્ટાફના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.