જામનગરમાં રોકાણના બહાને વૃધ્ધ મહીલા સાથે 15 લાખની છેતરપીંડી
જામનગરમાં ખોજાનાકા બહારના વિસ્તારમાં રહેતા એક મહિલા તેના પાડોશમાં જ રહેતા ચીટર શખ્સની ચુંગાલમાં ફસાયા હતા, અને લેન્ડ ડેવલોપર્સના ગ્રુપના બહાને રોકાણ કરવાથી ડબલ રકમ મળવાની લાલચે 15 લાખ રૂૂપિયા મેળવી લઇ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જામનગરમાં ખોજાવાડ વિસ્તારમાં રહેતા બાનુબેન મોહમ્મદભાઈ શેખ નામના 65 વર્ષના મકરાણી જ્ઞાતિના વૃદ્ધ મહિલાએ પોતાના પાડોશમાં જ રહેતા ઈરફાન કાસમભાઇ શેખ નામના ચીટર શખ્સ સામે પોતાની રૂૂપિયા 15 લાખ પંદર હજારની રકમ ઓળવી જવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર કર્યું છે, કે તેના પાડોશમાં રહેતો ઇરફાન શેખ કે જેણે પોતાની ગુજરાત લેન્ડ ડેવલોપર્સ ગ્રુપના ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી હતી, અને તેમાં રૂૂપિયાનું રોકાણ કરવાથી પાંચ વર્ષે બમણી રકમ મળશે, તેવી લાલચ આપીને કટકે કટકે 15 લાખ 15 હજારની રકમ મેળવી લીધી હતી. ત્યારબાદ સમય પુરો થઈ ગયા છતાં નાણા પરત નહીં કરતા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જાહેર કર્યું છે, અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે પી.એસ.આઇ. વી.આર ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.