મોરબીમાં મકાનમાંથી પોસડોડાના જથ્થા સાથે વૃદ્ધ ઝડપાયો
11:58 AM Dec 02, 2024 IST | Bhumika
Advertisement
શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા 75 વર્ષીય વૃદ્ધના ઘરમાં રેડ કરી એસઓજી ટીમે પોસડોડાના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે મોરબી એસઓજી ટીમ નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશના ભાગરૂૂપે પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળની શેરી, નવાડેલા રોડ મોરબી ખાતે રહેતા ઇસમના મકાનમાં પોસ ડોડાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી પોસડોડા જથ્થો વજન 3 કિલો 195 ગ્રામ કીમત રૂૂ 9585 અને લોખંડ વજનકાંટો અને તોલા નંગ 03 કીમત રૂૂ 500 સહીત કુલ રૂૂ 10,085 નો મુદામાલ જપ્ત કરી આરોપી જુમા કરીમ ચૌહાણ (ઉ.વ.75) વાળાને ઝડપી લઈને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. (તસવીર : યોગેશ પટેલ)
Advertisement
Advertisement