મોરબીમાં વૃધ્ધ અને તેમના પરિવાર સાથે ટુર પેકેજનાં નામે 7.71 લાખની ઠગાઇ
મોરબી શહેરમાં રહેતા વૃદ્ધ અને સાહેદને અમેરિકા ખાતે લગ્નમાં જવાનું હોય જેથી બે શખ્સોએ વૈભવી ટુરીઝમ પ્રા.લી. નામથી સાહેદોને વિશ્વાસમાં લઈ એર ટીકીટ ઇલેક્ટ્રોનિક માધ્યમથી બનાવી પેકેજ ટુર અને એર ટીકીટ બુક મળી રૂૂ. 7,71,213 પડાવી ટીકીટ ક્ધફર્મ નહી કરી રૂૂપિયા પડાવી સાહેદો સાથે છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ બી/6 પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઇ બાલુભાઈ ઉધરેજા (ઉ.વ.70) એ આરોપી મહર્ષીભાઇ પ્રવીણભાઇ દવે રહે. એ.402 સુકુન રેસીડેન્સી ઓપીઝીટ જેકે પાર્ક બસસ્ટોપ ચંદ્રોલા ગોતારોડ અમદાવાદ તથા ભાવીકાબેન મહર્ષીભાઇ દવે રહે.એ.402 સુકુન રેસીડેન્સી ઓપીઝીટ જેકે પાર્ક બસસ્ટોપ ચંદ્રોલા ગોતારોડ અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ વસંતભાઇ અંબાલાલભાઇ પટેલને અમેરીકા દેશ ખાતે લગ્નમા જવાનુ હોય જેથી આરોપીઓએ વૈશવી ટુરીઝમ પ્રા.લી નામથી સાહેદોને વિશ્વાસમા લઇ કપટભરી રીતે એર ટીકીટ ઇલેકટ્રોનીક માધ્યમથી બનાવી પેકજ ટુર અને એર ટીકીઝ બુક મળી રૂૂપીયા 7,71,213/-થી બુકીંગ કરી ફરીયાદી તથા સાહેદને ટીકીટ બુક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ ક્ધફર્મ નહી કરી ફરીયાદી તથા સાહેદના રૂૂપીયા ઓળવી જઇ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે