For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાડીમાં સુતેલા વૃધ્ધ ખેડૂત દંપતી પર હુમલો કરી 65000ના મુદ્દામાલની લૂંટ

01:29 PM Dec 01, 2025 IST | Bhumika
વાડીમાં સુતેલા વૃધ્ધ ખેડૂત દંપતી પર હુમલો કરી 65000ના મુદ્દામાલની લૂંટ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ધાડ પાડવા માટે એક લૂંટારું- ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી, અને એક વૃદ્ધ ખેડૂત દંપત્તિની વાડીમાં ઘૂસી જઇ વૃદ્ધ દંપતિ ઉપર હુમલો કરી દઈ ઘાયલ કરી દીધા હતા અને વૃદ્ધ મહિલાના કાનમાંથી તેમજ ઘરમાં પડેલા રૂૂપિયા 65,000 ની કિંમતના સોનાના ઘરેણા ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત ખેડુત દંપતિ હાલ સારવાર હેઠળ છે, જયારે પોલીસે ચાર લૂંટારૂૂ -ધાડપાડુ ગેંગ સામે ગુનો નોંધ્યો છે, જેની શોધખોળ ચલાવાઇ રહી છે.

Advertisement

આ બનાવવાની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિરાંગભાઈ ભીખાભાઈ અજુડીયા નામના ખેડૂત યુવાને પોતાના વૃદ્ધ દાદા દાદી ઉપર હુમલો કરી દઈ પોતાના ઘરમાંથી રૂૂપિયા 65 હજારની કિંમતના સોનાના ઘરેણા ની લૂંટ ચલાવવા અંગે ચાર અજાણ્યા લૂંટારૂૂ ધાડપાડુઓ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.જી. પનારા અને તેઓની સમગ્ર ટીમ મોડી રાત્રે દોડતી થઈ હતી, અને ધાડપાડુ ગેંગ ને ઝડપી લેવા માટે કવાયત કરી હતી. પરંતુ હજુ સુધી તેઓનો કોઈ પત્તો સાંપડ્યો નથી, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વિરમભાઈ, કે જેઓ ખેતી કામ કરે છે.

તેના માતા સુરત લગ્ન પ્રસંગમાં ગયા હતા, જયારે તેમના પિતા અલગ અન્ય ગામમાં રહે છે. અને તેઓના વૃદ્ધ દાદા કાબાભાઈ તેમજ દાદી હિરુબેન, કે જેઓ ગઈકાલે રાત્રે વાડીમાં સુતા હતા. જયારે પોતે બાજુના ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ડીજે ઓપરેટ કરવા માટે અન્ય મિત્ર સાથે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે 4 લૂંટારુ શખ્સો તેઓની વાડીમાં ત્રાટક્યા હતા, અને બુઝુર્ગ દંપત્તિ પર હુમલો કરી દઈ ઇજાગ્રસ્ત બનાવ્યા હતા.

Advertisement

જેમાં હીરૂૂ બેનના કાનમાં પહેરેલા બે તોલા સોનાના કાપ ઉપરાંત ઘરમાં પડેલી ચાંદીની વીંટી તથા બંગડી સહિત કુલ 65 હજાર રૂૂપિયા ના ઘરેણાંની લૂંટ ચલાવી હતી, અને ઘરનો માલ સામાન વેર વિખેર કરી લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા.

આખરે બાજુની વાડી ના ખેડૂતોને ધ્યાન પડતાં તેઓએ તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે બન્ને ઇજાગ્રસ્તો ને સારવાર માટે પહોંચાડવામાં મદદ કરી હતી. જ્યારે બાજુના ગામમાંથી પૌત્ર વિરાંગભાઈ પણ મોટા પાંચડા આવી ગયા હતા, અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement