વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યા
રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા, વૃધ્ધાના કાનમાંથી વેઢલા ગુમ
અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલાં ઢૂંઢિયા પીપળીયા ગામે રાત્રીના લૂંટના ઇરાદે 70 વર્ષીય વૃદ્ધ દંપતી ની હત્યાની જાણ ગ્રામજનોને બીજા દિવસે બપોરે બાદ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી અને ભય નો માહોલ સર્જાયો હતો. વડિયા પોલીસ ને આ બાબત ની જાણ થતા હત્યા પામનાર વૃદ્ધ દંપતી ચકુભાઇ બોઘાભાઈ રાખોલીયા અને તેમના પત્ની કુંવરબેન ચકુભાઇ રાખોલીયાના મૃતદેહ મેળવી અને હત્યા ના કારણો જાણવા અને હત્યારા સુધી પહોંચવા ઇન્ચાર્જ પીઆઇ ગાંગણા અને તેમની ટીમ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામા આવી હતી. લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ આ હત્યા માં મૃતક કુંવરબેન ના કાનનું એક સોનાનુ બુટી હત્યારા લઇ ગયેલા હોય તેથી લૂંટ ના ઇરાદે પર પ્રાંતિય મજૂરો દ્વારા હત્યા થઈ હોવાનુ શંકાઓ હાલ લોકોમાં ચર્ચાતી જોવા મળી રહી છે. જોકે પોલીસ હાલ તપાસ કરી રહી છે તે તપાસ ની કોઈ ચોક્કસ વિગતો બહાર આવી નથી. ત્યારે હત્યા ના ચોક્કસ કારણો પોલીસ તપાસ ના અંતે જ જાણી શકાય તેમ છે.
મળતી માહિતી મુજબ વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં ચરૂૂભાઈ રાખોલિયા ઉંમર 70 વર્ષ તેમજ કુંવરબેન ચરૂૂભાઇ ઉંમર 70 વર્ષ એકલા રહેતા હતા. જેઓને ત્રણ સંતાન છે. જેમાં બે પુત્ર સુરત રહે છે, જ્યારે એક પુત્ર રાજકોટમાં રહે છે. પુત્રો સતત કોલ કરતા હતા. જોકે, તેના માતા-પિતાએ ફોન નહીં ઉઠાવતા ગામના અન્ય લોકોને જાણ કરી હતી. તે દરમિયાન ગામ લોકો જોવા માટે ઘરે આવ્યા તો હત્યા કરાયેલી લાશો પડી હતી. આ ઘટનાને પગલે ઉઢજઙ ચિરાગ દેસાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હત્યા કરાયેલા સ્થળે કોઈ ચીજવસ્તુની લૂંટ થઈ છે કે કેમ? તે અંગે તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસમાં ડોગ સ્કોર્ડની પણ મદદ લીધી છે. ડબલ મર્ડરની ઘટના હોય ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી છે.