For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇ

12:22 PM Nov 07, 2025 IST | admin
ઇઝરાયેલ મોકલવાના બહાને પોરબંદરના આઠ યુવાનો સાથે 56 લાખની ઠગાઇ

પોરબંદર પંથકમાં વિદેશમાં જઈને રોજગારી મેળવવાનો ભારે ક્રૈઝ વધ્યો છે. આની વચ્ચે ઈઝરાયેલ જવા ઈચ્છુક જુદા જુદા આઠ વ્યકિતઓને જુદી જુદી પ્રક્રિયા કરવા માટે કુતિયાણા નજીકના ઈશ્વરિયાના માધા રાજા રાઠોડ, તેના પુત્ર જિજ્ઞોશ રાઠોડ અને આણંદના વિશાલકુમાર નંદકિશોર અનાવત વિગેરેએ એકબીજાની મદદગારીમાં રકમ મેળવી બખરલાના યુવાન સહિત આઠ પાસેથી ફાઈલ ખર્ચ, વીઝા ખર્ચ અને અન્ય ખર્ચ મળી પ્રત્યેક પાસેથી સાત લાખ રૂૂપિયા મળી કુલ રૂૂા.56 લાખની છેતરપિંડી કરતા કુતિયાણા પોલીસ મથકે 3 વ્યકિત સામે ફરિયાદ નોંધાઈ છે.
બખરલામાં નવા વણકરવાસમાં રહેતા અને કડિયાકામ મજૂરી કરતાં કનાભાઈ મુંજાભાઈ મારૂૂએ ઈઝરાયેલ જવા માટે ઈશ્વરિયા ગામના માધા રાજા રાઠોડેનો સંપર્ક કર્યો હતો. તેને બધી વાત કરતા માધાભાઈએ તેના પુત્ર જિજ્ઞોશની હાજરીમાં ફાઈલ ખર્ચના અને વીઝા બાબતના મળી જુદી જુદી રકમ ભરવી પડશે એમ કહી ત્યાં જવાનો કુલ ખર્ચ સાત લાખ થશે એમ ઉમેર્યું હતું.

Advertisement

આથી કનાભાઈ સિવાયના જયેશ મુંજાભાઈ મારૂૂ, સુરેશ ગોવિંદ પરમાર ,ધીરૂૂ નથુું વાઘેલા, રાજુ કારા બગડા, રવિ પોલા પાંડાવદરા, ઋત્વિક ભીમા ખરા, વિજય રમેશ મારૂૂ એ 7અન્ય શખ્સો પણ ઈઝરાયેલ જવા તૈયાર થયા હતા. જે બધાએ ફાઈલ ખર્ચ અને અન્ય રકમો આપી હતી અને જુદા જુદા તબક્કે બધાએ સાત લાખ આપતા કુલ આઠ વ્યકિતના 56 લાખ રૂૂપિયા જુદા જુદા બહાને અલગ અલગ સમયે લીધા હતા. એ પછી વોટસએપમાં યશ સુપર મારકેટના નામનો જોબ ઓફરનો લેટર તમામને મોકલ્યો અને તા. 29 ઓગષ્ટના રોજ વીઝા લેટર મોકલી કહ્યું હતું કે તમારી તા. 24મી સપ્ટેમ્બરની ફલાઈટ છે.

આથી બધા તા. 20ના રોજ પોરબંદરથી મુંબઈ ટ્રેનમાં ગયા હતા અને આઠેય લોકો અંધેરીમાં ભાડે રૂૂમ રાખીને રહ્યા હતા પરંતુ વિદેશ મોકલવામાં સામેલ માધાભાઈ ત્યાં દસ દિવસ આવ્યા ન હતા અને બાયોમેટ્રિક કે મેડિકલ થયા ન હતા. એ પછી માધાભાઈએ પહમણા ઈઝરાયેલ નહી જવાય, તમે પોરબંદર પાછા આવી જાઓથ એમ કહી રૂૂા. 9800 ઓનલાઈન ટ્રાન્સફર કરીને ટિકીટ ખર્ચ મોકલ્યું હતુું. એ બધા પોરબંદર પરત આવી ગયા હતા અને નાણા પરત માગતા ધીમે ધીમે તમને બધાને પૈસા આપી દઈશ એમ કહી બધાને સાત લાખના ચેક આપ્યા હતા, જે બધાએ ખાતામાં જમા કરાવ્યા પણ બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયા હતા. આખરે છેતરાયેલાઓ પૈકી કનાભાઈ મુંજાભાઈ મારૂૂએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement