ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકામાં આઠ વર્ષની બાળકીને થેલીમાં વીંટી અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ

02:20 PM Jul 17, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

યાત્રાધામ દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં એક આઠ વર્ષની બાળકીનું સાધુના વેશમાં આવેલા શખ્સે અપહરણ કરી થેલામા વીટીં લઇ જતા આ શખ્સને અટકાવી પોટલુ ખોલતા બાળકી બેભાન મળી આવી હતી. બાળકીને ઉઠાવી જનાર શખ્સની ધોલાઇ કરી તેને પોલીસમાં સોપ્યા હતો. આ ઘટનામા બાળકીને બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. દુષ્કર્મના ઇરાદે બાળકીનું અપહરણ કર્યાની શંકા વ્યકત કરાઇ છે.

યાત્રાધામ દ્વારકામાં ત્રણ દિવસ પહેલા એક ચકચારી કિસ્સો બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દ્વારકા નરસન ટેકરી મચ્છીપીઠ માર્કેટ પાસે તારીખ 13/ 7 ના સાંજના આશરે સાત વાગ્યાની આસપાસ એક પરીવારની સગીર વયની આઠ વર્ષની બાળકી તેમના ઘરથી થોડી દૂર નાસ્તો લેવા ગયેલ હતી. ત્યારે ત્યાં એક સાધુના વેશમાં આવેલ શખ્સ એ આ બાળકીને મૂંગો દઈ એક પોટલામાં વીંટી અપહરણ કર્યું હતું. ત્યાં રમતા બાળકોને ધ્યાને જતા આજુબાજુના લતાવાસીઓને જાણ કરાય હતી.

ક્યારે ત્યાંના લોકોને આ સાધુ ઉપર શંકા જતા તેના હાથમાં રહેલ પોટલું ચેક કરતા તેમાંથી એક બાળકી બેહોશ હાલતમાં નીકળી આવી હતી. આ બાળકીને તેમના પરિવાર હોસ્પિટલ સારવાર માટે ખસેડેલા હતી. તેમજ ત્યાંના લોકોએ પ્રથમ તો તે સાધુને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો. બાળકીના પરિવારની ફરિયાદ લઈ પોલીસે આ સાધુ વેશમાં આવેલ શખ્સને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સતીશ પ્રકાશ ગુરવ (ઉ.વ 41 રે. સાતારા મહારાષ્ટ)્રે સગીર વયની દીકરીની આબરૂૂ લેવાના બદઇરાદે અપહરણ કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલ્યૂ. જે અંગે દ્વારકા પોલીસે તત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી જે હવાલે કરવામાં આવેલ હતો. આ ચકચારી કિસ્સો થી શહેરમાં ઓહાપો મચી ગયેલ.

Tags :
crimeDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Advertisement