જૂનાગઢ ઘાંચીપટ વિસ્તારમાંથી જુગાર રમતા મહિલાઓ સહિત આઠ ઝડપાયા
જૂનાગઢ ઘાંચીપટ પાછળ, શ્રીજી પાર્ક સોસા., શ્રીજી રેસીડેન્સી એપા. સામે આરોપીના કબ્જાના મકાનેથી જુગાર રમતા કુલ- 8 મહિલા અને પુરુષ ઇસમોને જુગારના સાહિત્ય તથા રોકડા રૂૂપીયા 32,560.સહિત કુલ કિ.રૂૂ. 1,12,560 ના મુદ્દામાલ સાથે જૂનાગઢસી ડિવિઝન પોલીસની ટીમે પકડી જુગારધારા અગે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જુનાગઢ રેન્જના આઇજીપી તેમજ જૂનાગઢ એસપી ની સુચના તથા ડીવાયએસપી જૂનાગઢ ડિવિઝન, હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતી નેસ્તનાબૂદ કરવા તેમજ આવી પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી આવી ગેરકાયદેસરની પ્રવૃતીને સંપૂર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય તેમજ દારૂૂ જુગાર જેવી પ્રવૃતી કરતા ઇસમો પોતાની પ્રવૃતીને અંજામ ના આપે તે માટે તેની ગેરકાયદેર પ્રવૃતી ઉપર વોચ રાખવા સુચના આપેલ હોય જે અનુસંધાને જૂનાગઢ સી ડિવીજન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે.સાવજ ની સુચના આધારે તેમજ સી ડિવિઝન પોલીસ મથકનાં પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે, ઘાંચીપટ પાછળ, શ્રીજી પાર્ક સોસા., શ્રીજી રેસીડેન્સી એપાર્ટમેન્ટ સામે રહેતા મનીષ ભીમજી મારૂૂ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને પોતાના અંગત ફાયદા માટે બહારથી મહિલાઓને પોતાના ઘરે બોલાવી ગેરકાયદેસર જુગાર રમાડે છે તેવી હકિકત મળતા આ જગ્યાએ રેઇડ કરતા કુલ- 08 ઇસમોને જુગાર રમતા જુગારના સાહિત્ય તથા જુદા-જુદા દરની ચલણી નોટો રૂૂપીયા- 32.560 સહિત કુલ કિ.રૂૂ.1,12,560 ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ જે અંગે શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-4,5 મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.