મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયા
મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને 251 કાર્ટીઝ સહીત 9 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં ગેરકાયદે હથિયારો મોટાભાગે બહારના રાજ્યમાંથી આવતા હોય જે રેકેટ ચાલતું હોવાથી રેકેટનો પર્દાફાશ કરવા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલ હોય તેવા ઈસમોને હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોવાથી હથિયાર માટેનું લાઈસન્સ મળ્યું ના હોય અથવા મળી શકે તેમ ના હોવાથી અન્ય રાજ્યમાંથી ખાસ મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં એજન્ટો થકી ઓલ ઇન્ડિયા પરમીટ મેળવ્યાની હકીકત આધારે શંકાસ્પદ જણાઈ આવતા આઠ ઈસમોએ મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી હથિયાર અંગેના પરવાના મેળવ્યા હોવાનું ખુલ્યું હતું.
એસઓજી ટીમે આરોપી રોહિત નાનજી ફાગલીયા, ઈસ્માઈ સાજન કુંભાર, મુકેશ ભાનુ ડાંગર, મહેશ પરબત મિયાત્રા, પ્રકાશ ચુનીલાલ ઉનાલીયા, પ્રવીણસિંહ ચતુભા ઝાલા, માવજીભાઈ ખેંગારભાઈ બોરીચા, શિરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા એમ આઠ ઈસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી ટીમે રિવોલ્વર અને પિસ્તોલ સહિત કુલ 09 હથિયાર કિંમત રૂૂ. 8,74,760 અને 251 કાર્ટીસ કિંમત રૂૂ 57,792 નો મુદામાલ કબજે લીધો છે.