ન્યારા કંપનીના કોલસામાં ભેળસેળ કરનાર આઠ આરોપીઓની ધરપકડ
નાયરા કંપનીમાંથી સુત્રાપાડા જીએચસીએલ કકું.માં પહોંચાડવામાં આવતા પેટ કોકના જથ્થામાં ભેળસેળ કરાતી હોવાની મળેલ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ખંભાળીયાના કંચનપુર જીઆઈડીસીમાં આવેલ ખાનગી પેઢીમાં જઈ તપાસ કરતા પેટકોક ભરેલ ટ્રકમાં રહેલ જથ્થાને તપાસતા આરોપીઓ પૈકીના પાંચ શખ્સોની પૂછપરછમાં પેટ કોકના જથ્થામાં નજીવી કિંમતનો લો ગ્રેડ રફ કોલસાનો આશરે 6 થી 7 મેટ્રીક ટન સુધી ભેળસેળ કરી મળતા ટ્રાન્સપોર્ટ ભાડા ઉપરાંત વધારાનો અનુચિત લાભ મેળવવા ભેળસેળ કરાતો હોવાનું જણાઈ આવેલ. કોલસામાં ભેળસેળમાં ઉપયોગમાં લેવાતા લોડર, ટ્રક જેવા વાહનો સાથે કુલ 37,46,1ર7 રૂૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓની અટક કરી ધોરણસરની કામગીરી સાથે ષઢ યંત્રમાં અન્યોની શામિલગીરી સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી એલસીબી પીઆઈ કેકે ગોહિલની સીધી દેખરેખમાં એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ.
