રાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ
જેતપુર-જુનાગઢ હાઈવે રોડ પરથી પોલીસે 3.61 લાખની 1000 બોટલ વિદેશી દારૂૂ ભરેલ ઇકો ગાડી સાથે ડ્રાઈવરની ધરપકડ કરી દારૂૂનો જથ્થો મંગાવનારની શોધખોળ શરૂૂ કરી છે.
જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી જીલ્લામાં દારૂૂ-જુગાર અંગેની ડ્રાઇવ રાખેલ જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ રાત્રી તેમજ દીવસના સમયે અલગ અલગ ટીમ બનાવી વિસ્તારમા પેટ્રોલીંગ તેમજ વાહન ચેકીંગમા રહેલ હતા તે દરમ્યાન સર્વેલન્સ ટીમ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે જેતપુર-જુનાગઢ હાઈવે રોડ પરથી નંબર વિનાની ઇકો કાર નીકળતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ઇગ્લીશ દારૂૂની જુદી જુદી બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ- 1,034 જેની કિમત રૂૂ. 3,61,492 સાથે જુનાગઢ લીરબાઇ પરા લીરબાઇ માના મંદિર પાસે બીલખા રોડ ઉપર રહેતા ડ્રાઈવર ભરતભાઇ અરજણભાઇ ભોગેસરાની ધરપકડ કરી હતી.પુછપરછમાં આ દારૂૂનો જથ્થો જુનાગઢ વંથલીના બુટલેગર વિપુલભાઇ સુરાભાઇ સુતરેજાએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે કુલ રૂૂ.6,81,492નો મુદામાલ કબજે કર્યો હતો. જેતપુર તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.એમ. હેરમા સાથે ભુરાભાઈ માલીવાડ,અજીતભાઇ ગંભીર,મનેશભાઇ જોગરાદીયા,હાર્દીકભાઇ ભીંભા, પ્રદીપભાઈ આગરીયા,વનરાજભાઇ ધાધલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.