For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લા પોલીસનું ‘ઓપરેશન ક્લિન’, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા વુધ છ ડોક્ટરો ઝડપાયા

12:46 PM Nov 08, 2025 IST | admin
દ્વારકા જિલ્લા પોલીસનું ‘ઓપરેશન ક્લિન’  ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા વુધ છ ડોક્ટરો ઝડપાયા

પ્રેક્ટિશનર એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલા શખ્સો દ્વારા લોકોના જીવ અને શારીરિક સલામતી જોખમમાં મૂકીને કરવામાં આવતી તબીબી પ્રેક્ટિસ સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જુદી જુદી પોલીસ ટીમ દ્વારા અવિરત રીતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયા તાલુકામાં ગુરુવારે બે શખ્સો સામે કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગઈકાલે શુક્રવારે પણ પોલીસ કાર્યવાહીમાં વધુ છ આસામીઓને ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરાઈ હતી.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બી.એ. એમ.એસ.ની ડિગ્રી ધરાવી અને અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામે તબીબી પ્રેક્ટિસ કરતા પરબત સાજણ ગોજીયા (ઉ.વ.40) ઉપરાંત આ જ ગામેથી ધતુરીયા ગામના અરસી વીરા ભોચીયા (ઉ.વ.28), ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામેથી મૂળ કોલકત્તા રાજ્યના નદીયા જિલ્લાના વતની અને હાલ મોટા આંબલા ગામે રહેતા સુબ્રત ગૌર વિશ્વાસ (ઉ.વ.40), દ્વારકાના ફૂલવાડી વિસ્તારમાંથી આમીન ઈબ્રાહીમ જેઠવા (ઉ.વ.38), ઓખાના પોસીત્રા વિસ્તારમાંથી અખ્તર ગફાર જેઠવા (ઉ.વ.40) અને ભાણવડના હાથલા ગામેથી રમેશ મનસુખલાલ કુબાવત (ઉ.વ.77) નામના કુલ છ આસામીઓ સામે બી.એન.એસ. અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ હેઠળ સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

ભાણવડ, મીઠાપુરમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
ભાણવડ તાલુકાના ટીંબડી ગામે રહેતા લાખણશી ઉર્ફે લખન રામભાઈ રાણાવાયા નામના 22 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે રૂૂપિયા 26,000 ની કિંમતની વિદેશી દારૂૂની 20 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે જામજોધપુર તાલુકાના બાલવા ગામના હમીર ધૈયાભાઈ ભોળદરિયા નામના શખ્સનું નામ જાહેર થયું છે.

મીઠાપુર પોલીસની કાર્યવાહીમાં મહાવીર સોસાયટી ખાતે રહેતા અલ્પેશ અરવિંદભાઈ રાયઠઠ્ઠા નામના 32 વર્ષના શખ્સને રૂૂ. 1,625 ની કિંમતની વિદેશી દારૂૂની પાંચ નાની બોટલ (ચપલા) સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement