પાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં એક દર્દીનું મોત થયા બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દર્દીનું મોત નિપજતાં મૃતકના સગાએ હોસ્પિટલમાં રોષ ઠાલવ્યો હતો. દર્દીનું મોત નિપજતાં મૃતકના સગાએ પોલીસને કરી રજૂઆત હતી. દર્દીનું હાર્ટએટેકથી મોત નીપજતાં ત્યાં પોલીસ સમક્ષ ડોક્ટરને હાજર કરવાની માંગ કરી રહ્યા હતા. ડોક્ટરો દ્વારા જવાબ આપવામાં ન આવતા મૃતકના સગાએ સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી છે.
જિલ્લાની પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજતાં દર્દીના સગા દ્વારા ડોક્ટરને હાજર કરવા માંગ કરવામાં આવતા પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. દર્દીના સગાને પોલીસે થપ્પડ અને લાતોથી માર માર્યો. પિતાનું મોત થતાં પુત્રએ પોલીસને કરી રજૂઆત હતી. ડોક્ટર ક્યાં છે કહેતા પોલીસે થપ્પડોનો વરસાદ કર્યો.
પોલીસ આવ્યા બાદ પણ સગાએ ઉશ્કેરાટભર્યું વર્તન ચાલુ રાખ્યું હતું. તેણે ઙઈં બી.સી. છત્રાલિયાનું બાવળું પકડીને કંઈક કહી રહ્યો હતો ત્યારે તેમણે તેને લાફો ઝીંક્યો હતો અને પોલીસ કર્મચારીઓએ પણ તેને 10 જેટલા લાફા માર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
ડો. શ્યામલાલના જણાવ્યા મુજબ યુવાનની હોસ્પિટલમાં દેકારો મચાવવાની અને ડોક્ટર સાથેની ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઙઈં છત્રાલિયાએ પુષ્ટિ કરી કે, યુવાન વિરુદ્ધ દારૂૂ પીધેલી હાલતમાં હંગામો મચાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ મૂળ બુબવાણા ગામના વતની હતા અને ધ્રાંગધ્રાના સોલડી ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.