ગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધા
05:28 PM Mar 11, 2025 IST | Bhumika
રાજકોટ શહેરમા જાહેર માર્ગો પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે મોડીરાત્રે દારૂ ઢીંચીને વાહન ચલાવતા શખ્સો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે. ત્યારે ગઇકાલે રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. શહેરના ગોંડલ રોડ પર ગત રાત્રીનાં સમયે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે આ ઘટનામા પંજાબ પાસીંગની એક કારનો ચાલક દારૂ ઢીચી ગયા બાદ પોતાની કાર બેફામ ચલાવી હતી અને એક ફોર વ્હીલ અને બે બાઇકને ઠોકરે લીધી અને ત્રણેય વાહનોનુ નુકસાન થયુ હતુ . આ ઘટના બાદ કારનો ચાલક ફરાર થઇ ગઇ હતો તેમજ અકસ્માતની ઘટના સામે આવતા માલવીયા નગર પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહન ટોઇંગ કરી પોલીસ મથકે લાવવામા આવ્યો હતો.
Advertisement
Advertisement