રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

01:01 PM Jan 22, 2025 IST | Bhumika
Advertisement

થાઈલેન્ડથી આવેલા મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક વીડના 10 વેક્યુમ પેકેટ મળી આવ્યા

Advertisement

કસ્ટમના અધિકારીઓએ શંકાસ્પદ લગેજની તપાસ કરતા ભાંડો ફૂટ્યો, કમિશનથી કામ કરતો ખેપિયો હોવાની શંકા

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી વધુ એક વખત નશાનો સામાન પકડાયો છે. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં પેસેન્જર પાસેથી 7 કરોડની કીમતનું 4.645 ગ્રામ હાઈડ્રોપોનિક વીડ મળી આવતા કસ્ટમ તંત્ર દ્વારા ધનિષ્ઠ તપાસ અને પુછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં હવાઈ માર્ગે નશીલા પદાર્થો ઘુસાડવાનું રેકેટ પકડાવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ચાર દિવસમાં આ બીજો કેસ પકડાયો છે. આ પહેલા બેંગકોક અમદાવાદ આવેલ એક મુસાફરને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી ડ્રગ્સ ઝડપાયું છે,આ ડ્રગ્સ પોલીસે નહી પરંતુ કસ્ટમ વિભાગે ઝડપી પાડયું છે, મુસ્તાક અહેમદ ઉંમરભાઈ ભટ્ટીનામનો મુસાફર ફલાઈટમાંથી બહાર નીકળ્યો અને તપાસ દરમિયાન 4.6 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં મુસાફર બેંગકોકથી અમદાવાદ આવી રહ્યો હતો અને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપાઈ ગયો છે.હાઇડ્રોપોનિક વીડના વેક્યુમનાં 10 પેકેટ મુસાફર પાસેથી મળી આવ્યા છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઈટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની માહિતીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં કેરિયર અને પેસેન્જરોની પ્રોફાઈલના આધારે કસ્ટમર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

આ હાઇડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઈટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની માહિતીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા હતા. એટલું જ નહીં કેરિયર અને પેસેન્જરોની પ્રોફાઈલના આધારે કસ્ટમર અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા. આ હાઇડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. હવે આ પ્રકારનું ડ્રગ્સ અમદાવાદમાં વારંવાર આવી રહ્યું છે અને તેની પાછળ માત્ર અમદાવાદના જ નહીં ગુજરાતના ડ્રગ્સ માફિયાઓ કરોડો રૂૂપિયા ખર્ચ કરીને કેરિયરને વિદેશથી બોલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલાં અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર થાઇ એરલાઇન્સની ફ્લાઈટમાં બેંગકોકથી અમદાવાદ આવેલી થાઈલેન્ડની રહેવાસી પીમાલા સંપાને કસ્ટમના અધિકારીઓએ 2.349 ગ્રામના હાઇડ્રોફોનિક વીડ સાથે ઝડપી લઈને ધરપકડ કરી હતી.

કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના મહિલા અધિકારી શીતલ પરમારે ધરપકડ કરી હતી. ત્યાર બાદ આજરોજ મોડી રાત્રે થાય એરલાઇન્સની બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં મુસ્તાક અહેમદ ઉંમરભાઈ ભટ્ટી આ જ પ્રકારનું ડ્રગ્સ લઈને આવતા તેની કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. હવે અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી શરૂૂ થઈ ગઈ છે જેના કારણે કસ્ટમ વિભાગ તમામ પેસેન્જર ઉપર નજર રાખી રહ્યું છે.

Tags :
Ahmedabad AIRPORTcrimedrugsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement